• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Students Will Prepare For Gujkat By Accepting Mass Promotion In Standard 12 In The State, Some Clever Students Are Ready To Take The Exam

શિક્ષણ:રાજ્યમાં ધોરણ 12માં માસ પ્રમોશન સ્વીકારીને વિદ્યાર્થીઓ ગુજકેટની તૈયારી કરશે, કેટલાક હોંશિયાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા તૈયાર થયા

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
વિદ્યાર્થીઓએ પોતાનો મત રજુ કર્યો - Divya Bhaskar
વિદ્યાર્થીઓએ પોતાનો મત રજુ કર્યો
  • ગુજકેટ-2021ની પરીક્ષા માટે 23 જૂનથી ઓનલાઈન ફોર્મ ભરાશે, તારીખ પછી જાહેર થશે

ગુજરાતમાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. ત્યારે સરકારે પરીક્ષા આપવા ઈચ્છુક વિદ્યાર્થીઓ માટે પરીક્ષા આપવાનો વિકલ્પ પણ મુક્યો છે. જેથી હવે કેટલાક હોંશિયાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે તૈયાર થયા છે. જ્યારે માસ પ્રમોશન સ્વીકારનાર વિદ્યાર્થીઓ હવે ગુજકેટની તૈયારી તરફ આગળ વધ્યાં છે.

વિદ્યાર્થીઓનું શું માનવું છે?
આ અંગે પ્રશિલ ગાંધી નામના વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, હું પરીક્ષા માટે તૈયાર હતો પરંતુ ઓફલાઈન પરીક્ષાના કારણે મને કોરોનાની બીક હતી. સરકારે માસ પ્રમોશનની જાહેરાત કરી છે. જેથી મારે ઓફલાઈન પરીક્ષા નહીં આપવી પડે. ઓનલાઈન પરીક્ષા યોજાઈ હોત તો હું પરીક્ષા આપવા માટે તૈયાર હતો.પરંતુ હવે માસ પ્રમોશનનો નિર્ણય મને સ્વીકાર્ય છે. જ્યારે બીરેન નામના કોમર્સના વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે, અત્યારે માસ પ્રમોશન તો મળ્યું છે. પરંતુ તેનો વિકલ્પ સરકારે આપ્યો છે. હજી બે મહિના બાદ પરીક્ષા યોજાશે.જેથી સમય ના વેડફાય અને એડમિશન પ્રક્રિયા પણ મોડી થાય માટે મને માસ પ્રમોશન મંજુર છે. અર્શ નામના વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે માસ પ્રમોશન મળી મારા માટે બહુ મુલ્યવાન નથી. મારો મુખ્ય ટાર્ગેટ ગુજકેટ છે. હું ગુજકેટની તૈયારી કરી રહ્યો છે. ગુજકેટમાં સારા માર્ક્સ મેળવીને હું સારી કોલેજમાં એડમીશન લઈશ.

આ પણ વાંચોઃ ગુજકેટ-2021ની પરીક્ષા માટે 23 જૂનથી ઓનલાઈન ફોર્મ ભરાશે, તારીખ પછી જાહેર થશે

ગુજકેટ-2021ની પરીક્ષા માટે 23 જૂનથી ઓનલાઈન ફોર્મ ભરાશે
ગુજરાત બોર્ડના ધો. 12ના પરિણામ જાહેર થતા પહેલા જ ગુજકેટની પરીક્ષાના ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ડીગ્રી એન્જિનિયરિંગ, ડીગ્રી/ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માંગતા A,B અને AB ગ્રુપના વિજ્ઞાન પ્રવાહના ઉમેદવારો માટે ગુજકેટ 2021ની પરીક્ષાની માહિતી પુસ્તિકા અને ઓનલાઈન ફોર્મ ભરવાની સૂચનાઓ www.gseb.org પર મૂકવામાં આવી છે. ચાર દિવસ પહેલા જ ભાસ્કર દ્વારા આ વિશે સ્ટોરી કરી હતી, જેમાં ધો.12 સાયન્સના પરિણામ વિશે વિગતવાર અને GUJCET-JEEની પરીક્ષા લેવાશે કે કેમ તે અંગે સરકાર સ્પષ્ટતા કરે તેવી રજૂઆત કરવામાં આવી હતી.

15 જુલાઈથી રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષાની શરૂઆત
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા જાહેર કરાયેલા ટાઈમ ટેબલ મુજબ, ધો.10ની પરીક્ષા 15થી 27 જુલાઈ સુધી લેવાશે. જ્યારે ધો. 12ની વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 15થી 26 જુલાઈ સુધી હશે તથા આર્ટ્સ અને કોમર્સના રિપીટર વિદ્યાર્થીઓ માટેની પરીક્ષા 28 તારીખે છેલ્લું પેપર હશે.

અન્ય સમાચારો પણ છે...