તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાલીઓનું આર્થિક ભારણ વધશે:વિદેશ જવા બે ડોઝ ફરજિયાતના નિયમથી વિદ્યાર્થીઓએ અઢીગણું ભાડું ચૂકવવું પડશે

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • ટિકિટની તારીખ બદલવામાં વધારાનો ખર્ચ ન વસૂલાય તેવી વાલીઓની રજૂઆત
  • એર કંપનીઓને સૂચના આપવા વાલીઓએ મુખ્યમંત્રી, વડાપ્રધાનને પત્ર લખ્યો

કોરોનાને કારણે વિદેશ અભ્યાસ માટે જતાં ભારતીય વિદ્યાર્થીઓને વેક્સિનના બે ડોઝ લેવા ફરજિયાત કરાયા છે. કેન્દ્ર સરકારે પણ વેક્સિન માટે વિદ્યાર્થીઓને પ્રાથમિક્તા આપવા રાજ્ય સરકારને સૂચના આપી છે, પરંતુ વેક્સિના બે ડોઝ મુકાવવાની બાકી હોવાથી વિદેશ જવાની તારીખમાં ફેરફાર કરાવનારા વિદ્યાર્થીઓને હવે એર ભાડું અઢી ગણું ચૂકવવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. વિવિધ એર કંપનીઓની ટિકિટમાં તારીખ બદલવાનો વધારાનો કોઈ ખર્ચ વસૂલાય નહીં તે માટે વાલીઓએ મુખ્યમંત્રી અને વડાપ્રધાનને પત્ર લખ્યો છે. આમ આદમી પાર્ટીએ પણ આ બાબતે કેન્દ્ર સરકાર સમક્ષ રજૂઆત કરી છે.

વાલીઓએ કેન્દ્ર સરકારમાં રજૂઆત કરી
વાલીઓના જણાવ્યા અનુસાર, કોરોનાના કેસ ઘટતાં વિદ્યાર્થીઓએ વેક્સિનનો પ્રથમ ડોઝ લઈને પોતાની રીતે એર કંપનીઓમાંથી વિદેશ અભ્યાસ માટે જવાની ટિકિટ કરાવી લીધી હતી. બીજી તરફ સરકારે એવો આદેશ કર્યો હતો કે, 28 દિવસની સમયમર્યાદામાં વેક્સિનના બે ડોઝ લીધા બાદ વિદ્યાર્થીઓને વિદેશ જવાની પરવાનગી અપાશે. વિદેશ જતાં વિદ્યાર્થીઓને તારીખ બદલવાની સાથે ટિકિટની મૂળ રકમ સિવાય વધારાનો ખર્ચ ન વસૂલવા સરકાર વિવિધ એર કંપનીઓને સૂચના આપે તે માટે વાલીઓએ કેન્દ્ર સમક્ષ રજૂઆત કરી છે.

આર્થિક ભારણ વધે તેવી શક્યતા
ઓસ્ટ્રેલિયા, કેનેડા, ન્યૂ ઝીલેન્ડ, બ્રિટન, અમેરિકા સહિતના દેશોમાં અભ્યાસ માટે વિદ્યાર્થીઓએ લોન લીધી છે, જેના હપતા ભરવામાં કોરોનાને કારણે મુશ્કેલી પડતી હતી, હવે ટિકિટની તારીખ બદલવાના લીધે આર્થિક ભારણ વધશે તેવી વાલીઓએ રજૂઆત કરી છે.

51 હજારની ટિકિટ માટે હવે 80 હજારથી 1.30 લાખ ખર્ચ
વિદેશ જનારા જે વિદ્યાર્થીઓએ એડવાન્સ ટિકિટ કરાવી હતી તેમને 51 હજારની આસપાસ ખર્ચ થયો હતો, પરંતુ સરકારના ફરજિયાત વેક્સિન અંગેના આદેશ બાદ આ વિદ્યાર્થીઓને ટિકિટ કેન્સલ કરાવી નવી ટિકિટ બુક કરાવતા 80 હજારથી 1.30 લાખ સુધીનો ખર્ચ થયો છે.