• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Students Will Find Solutions To 775 Technical Problems Of The Government In Hackathon, Prizes Of 30 Lakhs Will Be Awarded To The Team That Solves Them.

ભાસ્કર એનાલિસિસ:વિદ્યાર્થીઓ હેકાથોનમાં સરકારની 775 ટેક્નિકલ સમસ્યાનું સમાધાન શોધશે, ઉકેલ લાવનારી ટીમને 30 લાખનાં ઇનામો

અમદાવાદ21 દિવસ પહેલાલેખક: અનિરુદ્ધસિંહ પરમાર
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વિદ્યાર્થીઓમાં બિઝનેસ આઇડિયા વિકસાવવા બે વર્ષથી હેકાથોનનું આયોજન કરવામાં આવે છે
  • સ્કૂલે 15 સપ્ટેમ્બર સુધી ટીમનું રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે

કમિશનર શાળાઓની કચેરીએ સ્કૂલના વિદ્યાર્થીઓ માટે યોજાનારી આઝાદી કા અમૃત મહોત્સવ હેકાથોન-2022ની જાહેરાત કરી છે. ઇનોવેશન અને સ્ટુડન્ટ્સ સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવા માટે છેલ્લાં બે વર્ષથી હેકાથોનનું આયોજન સ્ટુડન્ટ્સ સ્ટાર્ટઅપ પોલિસી અંતર્ગત કરાય છે. આ વર્ષે સ્કૂલના વિદ્યાર્થીઓ હેકાથોનમાં રાજ્ય સરકારના વિવિધ વિભાગની 775 સમસ્યાઓનું સમાધાન પોતાના યુનિક આઇડિયાથી શોધશે. હેકાથોનમાં વિજેતા બનનારી ટીમોને 30 લાખનાં ઇનામો અપાશે.

15 સપ્ટેમ્બર સુધીમાં રજિસ્ટ્રેશન કરવાનું રહેશે
સ્કૂલના વિદ્યાર્થીઓએ પોતાની ટીમ બનાવીને સ્ટુડન્ટ્સ સ્ટાર્ટઅપની વેબસાઇટ પર 15 સપ્ટેમ્બર સુધીમાં રજિસ્ટ્રેશન કરવાનું રહેશે અને વિદ્યાર્થીઓ સારાંશ સબમિશન 21 સપ્ટેમ્બર સુધી કરી શકશે. હેકાથોનમાં ભાગ લેનારા વિદ્યાર્થીઓ શાળાના હોવા જોઈએ, ટીમ એક જ સ્કૂલની હોવી જોઈએ. એકવાર રજિસ્ટ્રેશન થયા બાદ ટીમમાં કોઈ ફેરફાર કરી શકાશે નહીં.

ડીડીઓ અને મ્યુનિ.ની સમસ્યાનો પણ સમાવેશ
હેકાથોનમાં એનર્જી એન્ડ પેટ્રોકેમિકલ ડિપાર્ટમેન્ટ, ફૂડ, સિવિલ સપ્લાય એન્ડ કન્ઝ્યુમર, જંગલ અને પર્યાવરણ વિભાગ, ઇન્ડસ્ટ્રીઝ એન્ડ માઇન વિભાગ, લેબર સ્કિલ ડેવલપમેન્ટ એન્ડ એમ્પ્લોયમેન્ટ, લીગલ ડિપાર્ટમેન્ટ, પંચાયત વિભાગ વગેરે ઉપરાંત વિવિધ મ્યુનિસિપલ કોર્પોરેશન, ડીડીઓ, વિવિધ સરકારી યુનિવર્સિટીઝે પણ પોતાની સમસ્યાઓ રજૂ કરી છે.

વિવિધ સરકારી વિભાગોએ રજૂ કરેલી સમસ્યાઓ

  • કૃષિ અને સહકાર: નેનો ફર્ટિલાઇઝર, અસરકારક ડુંગળી સ્ટોરેજ, પ્રોટીન અને ન્યુટ્રિશન સપ્લિમેન્ટના વિકલ્પ શોધવા
  • ક્લાઇમેટ ચેન્જ: ઓછા પાણીમાં સોલાર પેનલ સફાઈની મોટર, ગ્રીન હાઈડ્રોજનને ફ્યૂઅલ તરીકે ઉપયોગમાં લેવાની ટેક્નોલોજી, નાના પાયે તૈયાર થઈ શકે તેવું વિન્ડ એનર્જી ડિવાઇસ
  • શિક્ષણ: એકેડેમિક ઇન્સ્પેક્શન માટેનું પોર્ટલ, કોર્ટ કેસની સ્થિતિ જાણવા એપ, સ્ટુડન્ટ્સ ડ્રોપઆઉટ એનાલિસીસ સિસ્ટમ
  • સામાન્ય વહીવટ: એમ્પ્લોઇ હેપિનેસ એન્ડ વેલફેર- એમ્પલોઈ પ્રમોશન-વ્હીકલ શેરિંગ સિસ્ટમ બનાવવી.
  • આરોગ્ય અને પરિવાર કલ્યાણ: સેલ્ફ આઇડેન્ટિફાય મેન્ટલ હેલ્થ સ્ટેટસ, સ્માર્ટ ફર્સ્ટએઇડ એપ, આશા ઇન્સેન્ટિવ પોર્ટલ
  • ગૃહ વિભાગ: પોલીસ માટે ઇ-બંદોબસ્ત એપ, કોઈ પણ ભાષાનું સોફિસ્ટિકેટેડ ટેક્સ્ટમાં રૂપાંતર થઈ શકે તેવું ટૂલ, એન્ટી ડ્રોન સિસ્ટમ
  • બોર્ડર સિક્યોરિટી ફોર્સ: મહિલાઓ માટે ખાસ સુવિધા, યુનિફોર્મ, બુલેટપ્રૂફ જેકેટ અને હેલ્મેટની કમી
  • અમદાવાદ કલેક્ટર ઓફિસ: મીટિંગ મેનેજમેન્ટ સિસ્ટમ, હ્યુમન રિસોર્ટ મેનેજમેન્ટ, વિઝિટર મેનેજમેન્ટ
  • ડીડીઓ ઓફિસ અમદાવાદ: ઓટોમેટિક સ્ટ્રીટ લાઇટ કન્ટ્રોલ, પંચાયત ટેક્સ કલેક્શન, વોટર ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ
  • અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન: કમ્પ્લેઇન મેનેજમેન્ટ સિસ્ટમ, ફાઇલ ટ્રેકિંગ સિસ્ટમ, ઓનલાઇન ફૂડ વિથ ક્વોલિટી ચેક, સ્માર્ટ ગાર્બેજ મોનિટરિંગ સિસ્ટમ, હ્યુમન ઇન્ટરેક્ટેડ વાયરલેસ સ્માર્ટ રોડ હોર્ડિંગ્સ બોર્ડ
અન્ય સમાચારો પણ છે...