દેશમાં એન્વાયરમેન્ટ, વિમેન્સ સેફ્ટી સહિતના પ્રશ્નોના વિચાર વિમર્શ માટે સૌથી મોટી યુવા સંસદનું આયોજન કરાયું છે. ત્રણ દિવસમાટે યોજાનારી આ સંસદમાં 10 શહેરોની 52 સંસ્થાના 550થી વધુ વિદ્યાર્થીઓ ભાગ લેશે.
6 જાન્યુઆરીએ શાહીબાગ સરદાર પટેલ સ્મારક ખાતે કાર્યક્રમનું ઉદઘાટન, જ્યારે 7-8મીએ ઉદગમ સ્કૂલમાં મોક છાત્ર સંસદ થશે. કાર્યક્રમના પ્રેસિડેન્ટ જય જોશી, રથિન ભટ્ટે કહ્યું હતુ કે, ‘વિદ્યાર્થીઓ મોક પાર્લામેન્ટની કાર્ય પ્રણાલિ, દેશના સાંપ્રત્ત પ્રવાહ, મુદ્દાઓ, પ્રશ્નો અંગે વાકેફ થાય, તેનો ઉકેલ લાવવા પ્રયાસ કરાશે. જેમાં 11 કમિટી એક્ટ બનાવી પ્રશ્નોનું સોલ્યુશન આપશે. સીએ ઈન્સ્ટિટ્યૂટ અમદાવાદના ચેરમેન બિશન શાહ અને ઉદગમના એકઝિક્યુટિવ ડાયરેક્ટર મનન ચોકસીએ કહ્યું છે કે,‘યુવા પેઢી લીડર શિપ કેળવે, સારી ડિબેટ કરી શકે તે માટેની વકૃત્વ ક્ષમતાનો વિકાસ થાય તે માટે આ કાર્યક્રમનુ આયોજન હાથ ધરાયું છે.’
આ અગ્રણી મહાનુભાવો ઉપસ્થિત રહેશે
ઓમ બિરલા, લોકસભાના માનનીય સ્પીકર (વરચ્યુલ)
કૈલાશ વિજય વર્ગીય, રાષ્ટ્રીય મહાસચિવ, ભાજપ
અનિકેત તલાટી, વાઈસ પ્રેસેડિટેન્ટ, ઈન્સ્ટિટ્યુટ ઓફ CA
જસ્ટીસ કે જી બાલાક્રિષ્નન, ભારતના 37માં મુખ્ય ન્યાયાધીશ
ડો. કિરણ બેદી, પ્રથમ મહિલા આઈપીએસ અધિકારી
એમ એસ બિટ્ટા, ઝિંદા શહીદ, અધ્યક્ષ ઓલ ઇન્ડિયા એન્ટિ ટેરરિઝમ ફ્રન્ટ
આ બાબતો પર વિદ્યાર્થીઓ ચર્ચા કરશે
પર્યાવરણ સુરક્ષા, મહિલાઓની સ્થિતિ, આર્થિક ગુના, ભ્રષ્ટાચાર , પ્રેસની સ્વતંત્રતાના સંદર્ભમાં વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાની ચર્ચા અને સમિક્ષા, હિન્દ મહાસાગરને શાંતિ ક્ષેત્ર જાહેર કરવા સહિતની ચર્ચા થશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.