વધુ એક તક:ધોરણ 9 અને 11 માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ સ્કૂલો ખુલતા રિટેસ્ટ આપી શકશે

અમદાવાદ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 13 જૂને સ્કૂલ ખુલ્યા બાદ વિદ્યાર્થીએ સ્કૂલ કક્ષાએ જ પરીક્ષા આપવાની રહેશે

વર્ષ 2021-22માં 1 થી 8 ધોરણમાં માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું. જ્યારે ધોરણ 9 અને 11માં પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં અનેક વિદ્યાર્થીઓ નાપાસ થયા હતા. નાપાસ થયેલા વિદ્યાર્થીઓનું વર્ષ ના બગડે તે માટે વિદ્યાર્થીઓની રિટેસ્ટ લેવાની માંગ થઈ હતી, જે શિક્ષણ વિભાગે ધ્યાને લઈને 9 અને 11માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની રિટેસ્ટ લેવા આદેશ કર્યો છે.

શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે, જે મુજબ 2021-22ના વર્ષ દરમિયાન ધોરણ 9 અને 11માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓને ફરીથી પરીક્ષા આપવા દેવા તક આપવામાં આવે. નાપાસ થયેલા વિદ્યાર્થીઓને 13 જૂને સ્કૂલ ખુલ્યા બાદ સ્કૂલ કક્ષાએ પરીક્ષા આપવાની રહેશે. આ રિટેસ્ટ માટે સ્કૂલે જ પ્રશ્નપત્ર તૈયાર કરવાના રહેશે. સ્કૂલ દ્વારા જ તમામ કાર્યવાહી કરવાની રહેશે.

અન્ય સમાચારો પણ છે...