નાપાસ વિદ્યાર્થીઓ વર્ગમાં બેસી નહીં શકે:ધોરણ 10 અને 12માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓએ પોતાના ઘરેથી જ પરીક્ષા આપવાની રહેશે

અમદાવાદ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની સ્કૂલોમાં ધોરણ 10 અને 12માં નાપાસ થનાર વિદ્યાર્થી નવા વર્ષે વર્ગમાં બેસીને ભણી શકે તેવી જોગવાઈ રાખવામાં આવી હતી.પરંતુ શિક્ષણ વિભાગ દ્વારા ગત વર્ષે નિયમમાં સુધારો કરવામાં આવ્યો જેનાથી હવે ધોરણ 10 અને 12માં નાપાસ થનાર વિદ્યાર્થી નવા વર્ષે વર્ગમાં નહીં બેસી શકે,વિદ્યાર્થીએ ઘરે બેસીને પરીક્ષા આપવાની રહેશે. જે નિયમમાં ફેરફાર કરવા શાળા સંચાલક મંડળે બોર્ડના સચિવને રજૂઆત કરી છે.

2021માં નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો
અગાઉ ધોરણ 10 અને 12માં બોર્ડની પરીક્ષામાં નાપાસ થનાર વિદ્યાર્થી પછીના વર્ષે સ્કૂલમાં ભણી શકે તેવો નિયમ હતો.વર્ગમાં 60 વિદ્યાર્થીની સંખ્યા થાય ત્યાં સુધી પ્રવેશ આપવામાં આવતો હતો ઉપરાંત વર્ગમાં સુવિધા હોય તો 60થી 65 વિદ્યાર્થીઓને પણ પ્રવેશ આપી શકાય તેમ હતું.આ ઉપરાંત સચિવ અને બોર્ડના અધ્યક્ષ પણ પ્રવેશ આપવા સ્કૂલને છૂટ આપી શકતા હતા.પરંતુ 2021માં નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. જેનાથી ચાલુ વર્ષે પણ વિદ્યાર્થીઓને મુશ્કેલી થશે.

નાપાસ વિદ્યાર્થીઓએ ઘરે બેસીને પરીક્ષા આપવી પડશે
આ ઉપરાંત ધોરણ 10 અને 12માં બોર્ડની પરીક્ષામાં નાપાસ વિદ્યાર્થીઓએ હવે ઘરે બેસીને પરીક્ષા આપવી પડશે અથવા ભણવાનું છોડી દેવું પડશે.અગાઉ વર્ગમાં નિયત કરતા વધુ વિદ્યાર્થીઓને એડમિશન આપવાની સત્તા પણ DEO પાસે હતી જર હબે બોર્ડના અધ્યક્ષ પાસે છે જેથી રાજ્યના વાલીઓએ પોતાના બાળકની એડમિશન સ્કૂલ આપવા ઈચ્છતી હોય છતાં ગાંધીનગર બોર્ડની કચેરી સુધી ધક્કા ખાવા પડશે.આ અંગે રાજ્ય શાળા સંચાલક મંડળે રજુઆત કરી છે અને નિયમમાં સુધારો કરવા માંગણી કરી છે.

અન્ય સમાચારો પણ છે...