એડમિશનથી અસંતુષ્ટ વિદ્યાર્થીઓ:MBBS બાદના PGના અભ્યાસ માટે સ્ટેટ કવોટામાં એડમિશન મેળવેલા વિદ્યાર્થીઓએ હાઇકોર્ટમાં પિટિશનની તૈયારી કરી

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

MBBS બાદ PGના મેડિકલ કોર્ષમાં અભ્યાસ માટે એડમિશન પ્રક્રિયા શરૂ થઈ હતી. PGની અલગ અલગ બ્રાન્ચમાં એડમિશન શરૂ કરવામાં આવ્યા હતા. જેમાં અંતિમ રાઉન્ડમાં સ્ટેટ કવોટામાં એડમિશન થયા બાદ ઓલ ઇન્ડિયા કવોટામાં એડમિશન શરૂ થયા છે. જે વિદ્યાર્થીઓને મેરીટ ઊંચું હોવા કરતા સ્ટેટ ક્વોટામાં પસંદગીની બ્રાન્ચમાં એડમિશન ન મળ્યું. તે જગ્યા પર ઓલ ઇન્ડિયા ક્વોટાના મેરીટ પરથી અનેક વિદ્યાર્થીઓને નીચું મેરીટ હોવા છતાં ઉચ્ચ બ્રાન્ચમાં એડમિશન મળ્યું હતું. જેથી હવે વિદ્યાર્થીઓ આ અંગે હાઇકોર્ટમાં પિટિશન કરવાની તૈયારી કરી રહ્યા છે.

મેરિટના કારણે પસંદગીની બ્રાન્ચમાં એડમિશન ન મળ્યું
MBBSના અભ્યાસ કર્યા બાદ PGમાં વિદ્યાર્થીઓ એડમિશન મેળવે છે. PGમાં વિદ્યાર્થીઓને સ્ટેટ અને ઓલ ઇન્ડિયાનો રેન્ક આપવામાં આવે છે અને બંને કક્ષાએ એડમિશન પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના સ્ટેટ ક્વોટાની બેઠક માટેની પ્રવેશ સમિતિ દ્વારા પ્રવેશ પ્રક્રિયા કરવામાં આવી હતી, જે 2 ડિસેમ્બરે પુરી થઈ હતી. સ્ટેટ ક્વોટાના ચોથા રાઉન્ડમાં અનેક વિદ્યાર્થીઓને પ્રવેશ મળ્યો હતો. જેમાંથી કેટલાક વિદ્યાર્થીઓને મેરિટના કારણે પસંદગીની બ્રાન્ચમાં એડમિશન ન મળ્યું અને જે બ્રાન્ચમાં એડમિશન મળ્યું તે બ્રાન્ચમાં જ ફી ભરીને એડમિશન કનફોર્મ કરાવવું પડ્યું હતું.

ઓછા મેરિટના વિદ્યાર્થીઓનું ઉચ્ચ બ્રાન્ચમાં એડમિશન
સ્ટેટ ક્વોટામાં એડમિશન કનફોર્મ થયું હોય, તે વિદ્યાર્થી ઓલ ઇન્ડિયા લેવલ પરની એડમિશન પ્રક્રિયામાં ભાગના લઈ શકે. જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં ઓલ ઇન્ડિયા લેવલની એડમિશન પ્રક્રિયા શરૂ થઈ હતી. આ એડમિશન પ્રક્રિયામાં 2,000 બેઠક પર એડમિશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જે વિદ્યાર્થીઓને એક પણ રાઉન્ડમાં એડમિશન ન મળ્યું હોય તેમને એડમિશન મળી શકે તેમ ન હતું. જેથી સ્ટેટમાં એડમિશન મેળવેલ વિદ્યાર્થીઓ કરતા ઓછું મેરીટ હોવા છતાં ઓલ ઇન્ડિયાની એડમિશન પ્રક્રિયામાં ઓછા મેરિટના વિદ્યાર્થીઓને ઉચ્ચ બ્રાન્ચમાં એડમિશન મળ્યું હતું.

એડમિશન ન મળતા કારકિર્દીને લઈને પ્રશ્ન
પ્રવેશ નિયમોની જડતાને કારણે વિદ્યાર્થીઓને એડમિશનમાં મુશ્કેલી પડી છે. વિદ્યાર્થીઓનું મેરીટ ઊંચું હોવા છતાં એક વખત કનફોર્મ કરાવ્યા બાદ એડમિશન બ્લોક થઈ ગયું છે, જેથી બીજી વખત એડમિશન લેવા પ્રયત્ન પણ કરી શકતો નથી. ઊંચું મેરીટ હોવા છતાં નીચા મેરીટના વિદ્યાર્થીઓને 2 એડમિશન પ્રક્રિયા હોવાને કારણે ફાયદો થયો છે. સ્ટેટ ક્વોટામાં એડમિશન લેનાર અનેક વિદ્યાર્થીઓને પસંદગીની બ્રાન્ચમાં એડમિશન ન મળતા કારકિર્દીને લઈને પ્રશ્ન થયા હતા. એડમિશનથી અસંતુષ્ટ વિદ્યાર્થીઓ હાઇકોર્ટની શરણે જઈને પિટિશન કરવાની તૈયારી કરી રહ્યા છે.

વિદ્યાર્થીઓ હાઇકોર્ટમાં પિટિશન કરવા તૈયાર
આ અંગે વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે, 2 ડિસેમ્બરે સુધી તેમને એડમિશન લેવાનું જણાવ્યું હતું. જેથી તેમને જે તે વખતે પસંદગીની બ્રાન્ચ છોડીને એડમિશન લઈ લીધું હતું. હવે જ્યારે ઓલ ઇન્ડિયા કક્ષાએ એડમિશન પ્રક્રિયા શરૂ થઈ તેમાં અમને ભાગ લેવા દેવામાં આવતો નથી. અમારું મેરીટ ઊંચું હોવા કરતા નીચા મેરીટ ધરાવતા વિદ્યાર્થીઓને ઉચ્ચ બ્રાન્ચમાં પ્રવેશ મળ્યો છે. આ અંગે અમે વિદ્યાર્થીઓ ભેગા થઈને ફી ભેગી કરીને હાઇકોર્ટમાં પિટિશન કરવાના છીએ.

અન્ય સમાચારો પણ છે...