જીટીયુનો નિર્ણય:GTUની પરીક્ષામાં 4 માર્કસના પ્રશ્નો સિલબેસ બહાર પૂછાતાં વિદ્યાર્થીઓને 4 માર્કસનું ગ્રેસિંગ અપાશે

અમદાવાદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી - Divya Bhaskar
ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી
  • ડિપ્લોમા એન્જિનિયરિંગમાં સેમ-6ના એન્ડ્રોઇડ એપ્લિકેશન ડેવલોપમેન્ટના પેપરમાં સબ્જેક્ટ બહારનો સવાલ પૂછાયો

ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (GTU)માં અત્યારે પરીક્ષા ચાલી રહી છે. ત્યારે ડિપ્લોમા એન્જિનિયરિંગની પરીક્ષામાં એક વિષયમાં 4 માર્કસના પ્રશ્નો સિલબેસ બહારના પૂછાયા હતા. જેને લઈને વિદ્યાર્થીઓએ આ અંગે ઇન્સ્ટિટ્યૂટને રજૂઆત કરી હતી. ત્યારબાદ GTUને જાણ થઈ હતી, જેથી GTU એ તાત્કાલિક 4 માર્કસના ગ્રેસિંગ આપવાનો નિર્ણય કર્યો છે.

વિદ્યાર્થીઓએ વિરોધ કરીને આવેદન આપ્યું
GTUની આજે એન્ડ્રોઇડ એપ્લિકેશન ડેવલોપમેન્ટનું આજે પેપર હતું. જેમાં 4 માર્કસના પ્રશ્નો બહારના પૂછ્યા હતા. પરીક્ષા બાદ વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો હતો. વિદ્યાર્થીઓએ સહી કરીને આવેદન પણ આપ્યું હતું. આજે સેમેસ્ટર-6નું પેપર હતું, જેના પરિણામના આધારે જ ડિગ્રીમાં એડમિશન મળી શકે તેમ હતું. જેથી વિદ્યાર્થીઓએ ગ્રેસિંગની માંગણી કરી હતી.

GTUએ પરીક્ષા વિભાગ સાથે ચર્ચા બાદ ગ્રેસિંગનો નિર્ણય લીધો
આ અંગે GTUના કુલપતિ નવીન શેઠે જણાવ્યું હતું કે, 4 માર્ક્સના પ્રશ્ન સિલબેસ બહારના પૂછ્યા હતા. જે અમારા ધ્યાને આવતા અમે તાત્કાલિક પરીક્ષા વિભાગ સાથે ચર્ચા કરીને 4 માર્કસનું ગ્રેસિંગ આપવાનો નિર્ણય કર્યો છે અને ભવિષ્યમાં આ પ્રકારે ભૂલ ના થાય તે માટે સૂચના આપી છે.

અન્ય સમાચારો પણ છે...