અઘરી કસોટી:JEE એડવાન્સની પરીક્ષાના પેપર લેન્ધી પુછાતા વિદ્યાર્થીઓ મુંઝાયા

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ફિઝિકસ-મેથ્સના 40 ટકા પ્રશ્નોએ કરી કસોટી, આગામી 5 ઓક્ટોબરે પરિણામ જાહેર થશે

કોવિડ-19ની સ્થિતિમાં તકેદારીના જરૂરી પગલાં સાથે દેશની 23 આઈઆઈટીની 13 હજાર બેઠક પર પ્રવેશની જેઈઈ એડવાન્સ રવિવારે કોઈ પણ અવ્યવસ્થા વિના પૂરી થઈ હતી. જોકે ગયા વર્ષની જેઈઈ એડવાન્સની તુલનાએ આ જેઈઈ એડવાન્સના પ્રશ્નપત્રો વિદ્યાર્થીઓને અઘરા લાગ્યા હતા. ફિઝિક્સ, મેથ્સના 40 ટકા પ્રશ્નો કેલક્યુલેટિવ હોવાથી વિદ્યાર્થીઓની કસોટી થઈ હતી,જ્યારે કેમેસ્ટ્રીના પ્રશ્નો સરળ હતા.પરીક્ષાનું પરિણામ 5 ઓકટોબરે જાહેર થશે.

આ અંગે વિદ્યાર્થી કેદાર જોષીએ કહ્યું કે,જેઈઈ-એડવાન્સના સ્ટાન્ડર્ડને અનુરૂપ બંન્ને પ્રશ્નપત્રો મોડરેટ ટુ ટફ પુછાયા હતા. ફિઝિકસ તેમજ કેમેસ્ટ્રીના પ્રશ્નોના જવાબ લખવામાં વિદ્યાર્થીઓને તકલીફ પડી હતી. બે ભાગમાં યોજાયેલી પરીક્ષાના પ્રશ્નપત્રો મોડરેટ ટુ ટફ લાગ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...