તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના ટેસ્ટ:હોસ્ટેલમાં પ્રવેશ સાથે થયો સ્ટૂડન્ટ્સનો કોરોના ટેસ્ટ, 7 દિવસ કર્યા ક્વોરન્ટાઇન

અમદાવાદ18 દિવસ પહેલા
 • કૉપી લિંક
જો કોઈ બહારથી આવ્યું હોય અને તેને કોરોના હોય તો બીજા વિદ્યાર્થીઓમાં સંક્રમણ ફેલાઈ શકે છે. તેથી કોલેજ પહેલા તો દૂરની વાત હોસ્ટેલમાં જ પ્રવેશતા પહેલા વિદ્યાર્થીઓનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. - Divya Bhaskar
જો કોઈ બહારથી આવ્યું હોય અને તેને કોરોના હોય તો બીજા વિદ્યાર્થીઓમાં સંક્રમણ ફેલાઈ શકે છે. તેથી કોલેજ પહેલા તો દૂરની વાત હોસ્ટેલમાં જ પ્રવેશતા પહેલા વિદ્યાર્થીઓનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો.
 • શાંતિ બિઝનેસ સ્કૂલમાં વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી કર્યા એન્ટિજન ટેસ્ટ

શાંતિ બિઝનેસ સ્કૂલના વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ શરૂ કરાઈ હતી. જે પહેલા વિદ્યાર્થીઓના એન્ટિજન ટેસ્ટ કરવામાં આવ્યા હતા જે બાદ જ હોસ્ટેલમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. તેમાં પણ 7 દિવસ સુધી વિદ્યાર્થીઓને ક્વોરન્ટાઈન કરાયા હતા. જે બાદ જ ક્લાસમાં આ વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો હતો. શાંતિ બિઝનેસ સ્કૂલના વિદ્યાર્થીઓ માટે 8 ફેબ્રુઆરીથી કોલેજ શરૂ કરવામાં આવી છે. જેમાં કેટલાક વિદ્યાર્થીઓ શહેરના છે તો કેટલાક બહારના છે.

જેમના માટે હોસ્ટેલ શરૂ કરવામાં આવ હતી. જો કોઈ બહારથી આવ્યું હોય અને તેને કોરોના હોય તો બીજા વિદ્યાર્થીઓમાં સંક્રમણ ફેલાઈ શકે છે. તેેથી કોલેજ પહેલા તો દૂરની વાત હોસ્ટેલમાં જ પ્રવેશતા પહેલા વિદ્યાર્થીઓનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો.

જેમાં બધા વિદ્યાર્થીઓ નેગેટિવ આવ્યા હતા. જોકે, આ વિદ્યાર્થીઓ ટેસ્ટ કરીને આવ્યા હતા તેમ છતાં પણ સેફ્ટીને જોતા ફરી એન્ટિજન ટેસ્ટ કરાયો હતો. 7 દિવસ હોસ્ટેલમાં ક્વોરન્ટાઈન રહ્યા બાદ જ વિદ્યાર્થીઓનું શિક્ષણ કાર્ય શરૂ કરાયું હતું. જોકે, ફર્સ્ટ યરના વિદ્યાર્થીઓ માટે આવતા વીકથી કોલેજ શરૂ થશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો