તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોલીસ ભરતી:આવનારી PSI ની ભરતીમાં ગ્રેજ્યુએશનના છેલ્લા વર્ષમાં ભણતા વિદ્યાર્થીઓને પણ સ્થાન આપવામાં આવે: NSUI

અમદાવાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • દર વર્ષે ગ્રેજ્યુએશનના છેલ્લા સેમેસ્ટર મા ભણતા વિદ્યાર્થીને મોકો આપવામાં આવે છે

આગામી સમયમાં સરકારી નોકરી માટેની અનેક ભરતી આવી રહી છે ત્યારે ગૃહ વિભાગના પોલીસ ખાતા માટે પણ PSI ની ભરતી આવી રહી છે.આ ભરતીમાં દર વર્ષે ગ્રેજ્યુએશન ના અંતિમ વર્ષમાં ભણતા અથવા પરિક્ષા આપી દીધેલ હોય તેવા વિદ્યાર્થીઓને ફોર્મ ભરીને ભરતી પ્રક્રિયામાં ભાગ લેવા મોકો આવે છે પરંતુ આ વર્ષે તેવું ના હોવાથી NSUI એ આ પ્રક્રિયામાં ગ્રેજ્યુએશન વિદ્યાર્થીઓને મોકો આપવામાં આવે તેવી માંગણી કરી છે.

બાકી પરિણામ વાળા વિદ્યાર્થીઓને મોકો મળશે
સરકારી નોકરીની ભરતીમાં સામાન્ય રીતે ગ્રેજ્યુએશન ના અંતિમ વર્ષમાં ભણતા વિદ્યાર્થીઓ કે પરિક્ષા આપી દીધેલ હોય અને માત્ર પરિણામ આવવાનું બાકી હોય તેવા વિદ્યાર્થીઓને પણ મોકો આપવામાં આવે છે પરંતુ આ વખતની PSI/ASI ની ભરતી પ્રક્રિયામાં એવા વિદ્યાર્થીઓને મોકો આપવામાં આવ્યો નથી જેથી અનેક વિદ્યાર્થીઓને હવે આગામી ભરતીની રાહ જોવી પડે તેમ છે તેથી આ ભરતીમાં પણ તેવી સિસ્ટમ કરવામાં આવે તેવી NSUI એ માંગ કરી છે.

કેટલાક વિષયોમાં છઠ્ઠા સેમેસ્ટરનું પરિણામ જાહેર
NSUI ના પ્રવકતા શુભાન સૈયદે જણાવ્યું હતું કે, કોરોનાને કારણે આ વખતે પરિણામ અને પરિક્ષા બંને મોડા યોજાઈ રહી છે. કેટલાક વિષયોમાં છઠ્ઠા સેમેસ્ટરનું પરિણામ આવી ગયું છે પરંતુ 5મા સેમેસ્ટર નું પરિણામ આવવાનું બાકી છે જે અંગે અને રજૂઆત પણ કરી છે, ઉપરાંત અમારી રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાને પણ રજૂઆત છે કે ભરતી પ્રક્રિયામાં વિદ્યાર્થીઓને મોકો આપવા આવે અને અત્યારે કોરોનાને કારણે બાગ બગીચા પણ બંધ છે તો આવી પરિસ્થિતિમાં ઉમેદવારો દોડની તૈયારી કેવી રીતે કરશે,2 મહિના જેટલો સમય દોડની તૈયારી કરવામાં થઈ શકે છે તો તેટલો સમય આપવા પણ વિનતી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો