તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુવિધાનો અભાવ:નેનો ટેક્નોલોજીના સમયમાં 74 વર્ષ જૂનાં સાધનો સાથે અભ્યાસ કરે છે વિદ્યાર્થીઓ

અમદાવાદ9 દિવસ પહેલા
 • કૉપી લિંક
દાતા અને એલ્યુમનાઈના ખર્ચે આ પ્રકારે કમ્પ્યૂટર રૂમ બનાવવામાં આવ્યો છે - Divya Bhaskar
દાતા અને એલ્યુમનાઈના ખર્ચે આ પ્રકારે કમ્પ્યૂટર રૂમ બનાવવામાં આવ્યો છે
 • વિક્રમ સારાભાઇએ અહીં ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી શરૂ કરી હતી, જ્યાં સુવિધાનો અભાવ છે

એમ.જી. સાયન્સ ઈન્સ્ટિ.ની સ્થાપનાને 74 વર્ષ થયા છે. પરંતુ અપૂરતી અને અનિયમિત ગ્રાન્ટને કારણે લેબોરેટરીઓમાં યોગ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર નથી. જૂના સાધનોને સહારે વિદ્યાર્થીઓ પ્રેક્ટિસ કરે છે. નેનો ટેકનોલોજીના જમાનામાં વિદ્યાર્થીઓને 74 વર્ષ જૂના સાધનો સાથે ભણવું પડી રહ્યું છે. જો કે, આ સાધનોની વિશેષતા જરૂર છે આટલા જૂના સાધનો પણ વિદ્યાર્થીઓને શિક્ષણ આપવા ઘડિયાળના કાંટાની જેમ ચાલે છે. પરંતુ તેની સાથે નવા સાધનો પણ જરૂરી છે. જે પણ કંઈ વ્યવસ્થા છે જેમ કે, ફિઝિક્સ સ્માર્ટરૂમ, સ્માર્ટ ઓડિટોરિયમ સહિતના રૂમો બનાવાયા છે.

અપૂરતી અને અનિયમિત ગ્રાન્ટને કારણે લેબોરેટરીઓમાં યોગ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર નથી, જૂના સાધનોના સહારે વિદ્યાર્થીઓ પ્રેક્ટિસ કરવા પર મજબૂર છે.
અપૂરતી અને અનિયમિત ગ્રાન્ટને કારણે લેબોરેટરીઓમાં યોગ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર નથી, જૂના સાધનોના સહારે વિદ્યાર્થીઓ પ્રેક્ટિસ કરવા પર મજબૂર છે.

એ કાંતો દાતા કે કાંતો એલ્યુમનાઈના ખર્ચે બનાવાયા છે. અહીંથી જ વિક્રમ સારાભાઈએ ફિઝિકલ રિસર્ચ લેબોરેટરીની શરૂઆત કરી હતી. ત્યાં અદ્યતન સુવિધાનો અભાવ છે. આ પ્રકારની સમસ્યાઓ વચ્ચે પણ વિદ્યાર્થીઓ પહેલા એમજી સાયન્સમાં આવવાનું પસંદ કરે છે. આ સંસ્થાએ તેનો ભવ્ય વારસો તેનો બળથી જાળવ્યો પરંતુ અત્યાધુનિક સુવિધાઓનો તો અભાવ જ છે.

સરકાર તરફથી પૂરતી સહાય મ‌ળે તો વિદ્યાર્થીઓને લાભ
21મી સદીના ટેકનોલોજીના યુગમાં આવી સંસ્થાને સરકાર તરફથી લેબોરેટરી વિકાસ, નવા સાધનોની ખરીદી, ઓનલાઈન એજ્યુકેશન માટે મળતી ઈન્ટરનેટની સુવિધા, નવા કમ્પ્યુટર માટેના લાયસન્સ, એજ્યુકેશન સોફ્ટવેર વગેરે પહેલી જરૂરિયાત છે. સરકાર તરફથી શૈક્ષણિક અને નાણાકીયની પૂરતી સહાય મળે તો તેમનું ભવિષ્ય વધારે સારું બને. થોડાં વર્ષો પહેલા 100થી વધુનો સ્ટાફ હતો. આજે સ્ટાફની સંખ્યા 30 ટકા ખૂટે છે. – પરિમલ ત્રિવેદી, એમજીના ફિઝિક્સ વિભાગના અધ્યક્ષ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો