એનરોલમેન્ટ પ્રક્રિયા:ગુજરાત યુનિ.માં B.SC.માં એડમિશન લેનારા વિદ્યાર્થીઓએ એનરોલમેન્ટ ફોર્મ સબમિટ કરાવવું પડશે, જાણો મહત્વપૂર્ણ તારીખો

અમદાવાદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગુજરાત યુનિવર્સિટી. - Divya Bhaskar
ગુજરાત યુનિવર્સિટી.

જે વિદ્યાર્થીઓએ B.SC.માં પ્રવેશ મેળવ્યો છે અને કોલેજની ફી ભરી દીધી છે, તેઓએ ગુજરાત યુનિવર્સિટી એનરોલમેન્ટ-2021ના પરિપત્રની મર્યાદા મુજબ યુનિવર્સિટી એનરોલમેન્ટ ફોર્મ મેળવી જરૂરી દસ્તાવેજો સાથે જે તે કોલેજમાં સબમિટ કરવું પડશે. એનરોલમેન્ટ પરિપત્ર ટૂંક સમયમાં જ બહાર પાડવામાં આવશે. આ પ્રવેશ પ્રક્રિયા અગાઉના કોઈપણ રાઉન્ડમાં ગુજરાત યુનિવર્સિટીની કોઈપણ કોલેજમાં પ્રવેશ લીધો નથી અને કોલેજ ફી ભરીને પ્રવેશ કન્ફર્મ કર્યો નથી તે ફક્ત તે વિદ્યાર્થીઓ માટે જ છે.

18 નવે. સુધીમાં એપ્લિકેશન આઈડીથી નોંધણી કરાવવી પડશે
જે વિદ્યાર્થીઓ B.SC.માં પ્રવેશ ઈચ્છે છે, પરંતુ હજુ સુધી પ્રવેશ પ્રક્રિયા માટે એપ્લિકેશન આઈડી મેળવ્યું નથી, તેઓએ 18 નવેમ્બર, 2021ના બપોરના 12 વાગ્યા સુધીમાં પ્રવેશ પોર્ટલ મારફતે રજિસ્ટ્રેશન ફી રૂ.125ની ઓનલાઈન ચૂકવણી કરી એપ્લિકેશન આઈડીથી નોંધણી કરવી પડશે.

ફરીથી નોંધણી કરાવવાની જરૂર નથી
જે વિદ્યાર્થી પહેલેથી જ એપ્લિકેશન આઈડી છે, તેઓએ એપ્લિકેશનનું ડુપ્લિકેશન ટાળવા માટે ફરીથી નોંધણી કરાવવાની જરૂર નથી. તેઓએ પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરવા માટે તેમને મળેલા એપ્લિકેશન આઈડીનો જ ઉપયોગ કરવો આવશ્યક છે.

18 નવેમ્બર સુધીમાં અરજી ફોર્મ સબમિટ કરાવવું પડશે
પ્રવેશ મેળવવાપાત્ર વિદ્યાર્થીઓએ તેમની પસંદગીની કોલેજોમાં 18 નવેમ્બર,2021ના સાંજના 4 વાગ્યા સુધીમાં અરજી ફોર્મ સબમિટ કરાવવું જરૂરી છે. કોલેજ સત્તાધિકારી નવી ખાલી બેઠકો અને મેરિટ અનુસાર 20 નવેમ્બર,2021ના 3 વાગ્યા સુધીમાં પ્રવેશ આપી શકશે. જે તે કોલેજે પ્રવેશ આપેલ વિદ્યાર્થીઓની યાદી 20 નવેમ્બર, 2021ના સાંજના 5 વાગ્યા સુધીમાં admbsc2021@gmail.com પર મોકલી આપવાની રહેશે. તેમજ આવા વિદ્યાર્થીઓની પ્રવેશ અને એનરોલમેન્ટની જવાબદારી જે-તે કોલેજની રહેશે.

અન્ય સમાચારો પણ છે...