અમદાવાદ, ગુજરાત સહિત દેશભરની કોઈ પણ સ્કૂલમાં અભ્યાસ કરતાં બાળકોને ઉદ્યોગ સાહસિક બનાવવાની કવાયત હાથ ધરી છે, જેમાં ગુજરાત યુનિવર્સિટી સ્ટાર્ટઅપ એન્ડ આંત્રપ્રિન્યોરશિપ કાઉન્સિલ (જીયુસેક) અને યુનિસેફના સહયોગથી સ્થપાયેલા વિક્રમ સારાભાઈ ચિલ્ડ્રન્સ ઇનોવેશન (વીએસસીઆઈસી) સેન્ટર થકી ડિસેમ્બર મહિનાના બીજા સપ્તાહમાં નેશનલ ચિલ્ડ્રન્સ ઈનોવેશન ચેલેન્જ લોન્ચ કરાશ, જેમાં સૌપ્રથમ વાર દેશની કોઈ પણ શાળામાં ભણતા વિદ્યાર્થીના ઇનોવેટિવ સ્ટાર્ટઅપ આઈડિયાની અરજી મગાવીને 200 અરજીઓની પસંદગી થશે, જે સ્કૂલના બાળકોની અરજી પસંદ થશે તે બાળકોના સ્ટાર્ટઅપ આઇડિયાની ડિઝાઈન, થિન્કિંગ, પ્રોબ્લેમ આઈડેન્ટિફિકેશન, ઇનોવેટિવ સોલ્યુશનનું માર્ગદર્શન તેમ જ નાણાકીય સહાય અપાશે. આઇડિયેશન, નાણાકીય સહાય સહિતનું માર્ગદર્શન અપાશે.
બાળકોને ઉદ્યોગ સાહસિક બનાવવાની કવાયત
અત્યાર સુધીમાં રાજ્યભરમાંથી 3100થી વધુ વિદ્યાર્થીઓ દ્વારા 2100થી વધુ બિઝનેસ-સ્ટાર્ટઅપ આઇડિયા રજૂ કરવામાં આવ્યા છે, જેમાંથી 80 આઈડિયાને હાલમાં નાણાકીય સહાય, પેટન્ટ અને સ્ટાર્ટઅપ શરૂ કરવાનું માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.
હકારાત્મક પ્રતિસાદની અપેક્ષા
શહેરની 18 જેટલી સ્કૂલોના 1100થી વધુ વિદ્યાર્થીઓએ 50 સ્કૂલ ટીચર્સની સાથે જીયુસેકની મુલાકાત લીધી છે. જોકે દેશભરની શાળામાંથી સૌપ્રથમ વાર આ પ્રકારે સ્ટાર્ટઅપ આઇડિયાની અરજી મગાવવાનંુ નક્કી થયંુ છે, જેને હકારાત્મક પ્રતિસાદની અપેક્ષા રાખવામાં આવી રહી છે.
વિનામૂલ્યે પેટન્ટ ફાઈલ કરાવવામાં આવશે
શાળાના બાળકોના બિઝનેસ આઈડિયાને સુરક્ષિત કરવા માટે વીએસસીઆઈસી હાલમાં જીયુસેક દ્વારા ધોરણ 12માં ભણતા વિદ્યાર્થીઓની એમ્બ્યુલન્સ ડ્રોન અને થિન્ક ફાઇન્ડર નામના બે ઈનોવેટિવ સ્ટાર્ટઅપની વિનામૂલ્યે પેટન્ટ ફાઇલ કરવામાં આવી છે. આ જ પ્રમાણે શાળાઓના અન્ય બાળકોના બિઝનેસ આઈડિયાની પેટન્ટ ફાઇલ ડિસેમ્બર મહીના પછીથી કરવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.