તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ગુજરાત વર્ચ્યુઅલ સ્કૂલ પ્રોજેક્ટ:ધો.9,10 અને 12ના વિદ્યાર્થી ઓનલાઈન ક્લાસમાં હવે શિક્ષકને સવાલ પૂછી શકશે

અમદાવાદ5 દિવસ પહેલા
  • કૉપી લિંક

ધો.9, 10 અને 12ના વિદ્યાર્થીઓ ઓનલાઇન ક્લાસ દરમિયાન પોતાના પ્રશ્નો સીધા શિક્ષકને પૂછી શકે તે માટે શિક્ષણ વિભાગે ગુજરાત વર્ચ્યુઅલ શાળા પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. હાલ આ ત્રણ ધોરણમાં દરરોજ 25 હજાર કરતા વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યાં છે. આ સિસ્ટમનો સૌથી વધુ ફાયદો ગ્રામીણ વિસ્તારના વિદ્યાર્થીઓને થઇ રહ્યો છે. આ સિસ્ટમ સાથે વિદ્યાર્થી ઘેર બેઠા કોઇપણ સોશિયલ મીડિયાના માધ્યમથી જોડાઇ શકશે અને શિક્ષકને ક્લાસ દરમિયાન પ્રશ્ન પુછી શકશે.

ઓનલાઇન ક્લાસમાં વિદ્યાર્થીઓને ચાલુ ક્લાસે ઘણા પ્રશ્નો હોય છે. પરંતુ તેઓ ટેકનોલોજીની મર્યાદાને કારણે પૂછી શકતા નથી અથવા ઘણીવાર તેમના જવાબો લેક્ચર પૂરો થયા બાદ મળે છે. જેથી ઘણીવાર કાઉન્ટર પ્રશ્નોના ઉકેલ મળતા નથી. આ સ્થિતિમાં વિદ્યાર્થીઓ ચાલુ ક્લાસમાં જ પોતાની મૂંઝવણનું સમાધાન મળે તે માટે શિક્ષણ વિભાગે ખાસ ગુજરાત વર્ચ્યુઅલ શાળા પ્રોજેક્ટ શરૂ કર્યો છે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાં રહેતા વિદ્યાર્થીઓને જ્યાં પુરતુ માર્ગદર્શન નથી મળી રહ્યું ત્યાં વર્ચ્યુઅલ સ્કૂલનો પ્રોજેક્ટ આશીર્વાદ સમાન સાબિત થઇ રહ્યો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે બધા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરવામાં સક્ષમ રહેશો. તમારી ગુપ્ત પ્રતિભા લોકો સામે ઉજાગર થશે. જેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે તથા માન-સન્માનમાં પણ વૃદ્ધિ થશે. ઘરની સુખ-સુવિધાને લગતી વસ્તુઓની...

વધુ વાંચો