તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિક્ષણ:ધો.6થી8ના વિદ્યાર્થી માત્ર રિવિઝન અને પરીક્ષા આપવા જ સ્કૂલે આવશે

અમદાવાદ19 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • અમદાવાદ અને ગ્રામ્યમાં ધોરણ 6થી8ના કુલ 3.45 લાખ વિદ્યાર્થી છે
 • ધોરણ 9થી 12 પછી હવે ગુરુવારથી ધોરણ 6થી 8 માટે પણ સ્કૂલો શરૂ કરવાનો નિર્ણય

18 ફેબ્રુઆરીથી શરૂ થતાં ધો. 6થી 8ના વર્ગોમાં વિદ્યાર્થીઓ માત્ર રિવિઝન અને પરીક્ષા માટે જ આવશે તેવી શક્યતા સંચાલકો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. કારણ કે સ્કૂલોમાં મોટાભાગનો કોર્સ પૂરો થવા આવ્યો છે. આ સ્થિતિમાં બહુ ઓછા વાલીઓ બાળકોને મોકલશે.

રાજ્ય સરકારે ઉચ્ચત્તર માધ્યમિક, માધ્યમિક સ્કૂલો બાદ હવે પ્રાથમિક સ્કૂલો શરૂ કરવાની જાહેરાત કરી છે. અમદાવાદમાં ધો. 6માં 1.18 લાખ, ધો. 7માં 1.10 લાખ અને ધો.8માં 1.15 લાખ વિદ્યાર્થીઓ છે. અત્યાર સુધી રજિસ્ટર્ડ થયેલા વિદ્યાર્થીઓની ઓનલાઇન હાજરી પુરાઇ રહી છે. અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં કુલ 3.45 લાખ વિદ્યાર્થીઓ ધો.6થી 8માં અભ્યાસ કરે છે. વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલના સંચાલક ભરત સવાણીએ જણાવ્યું કે, તમામ ધોરણોમાં મોટાભાગનો કોર્સ પૂરો થઇ ગયો છે. તેથી હવે વિદ્યાર્થીઓને ન આવડતા મુદ્દા અને પરીક્ષાની તૈયારી કરાવાશે. અમને અંદાજ છે કે પૂર્વ અમદાવાદની સ્કૂલોમાં હાજરી 50 ટકાથી ઉપર રહેશે. કારણ કે વાલીઓની સ્કૂલો શરૂ કરવા અંગે ઇન્કવાયરી પણ વધારે હતી.

બાળકોની સલામતીનો પ્રશ્ન સૌથી ગંભીર
વાલી આગેવાન પ્રકાશ કાપડિયાએ જણાવ્યું હતું કે, શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી કોરોનાના કેસો વધી રહ્યાં છે. તેથી સરકારે આ અંગે ફરી વિચારણા કરવી જોઇએ. આ ઉપરાંત સંચાલકો પણ સુરક્ષાની બાંયધરી આપતા નથી, માત્ર વાલીઓ પાસેથી જ સંમતિ મંગાવાય છે. હવે જ્યારે બાળકોને સ્કૂલે બોલાવવામાં આવી રહ્યાં છે તો સ્કૂલો પાસેથી પણ બાંયધરી લેવી જોઇએ કે કોરોના વચ્ચે સ્કૂલ તમામ નિયમનું પાલન કરશે, જો સ્કૂલની બેદરકારી રહેશે તો પગલા લેવાવા જોઇએ.

મોટાભાગનો કોર્સ પૂરો થઈ ગયો છે
ઉદ્દગમ સ્કૂલના સંચાલક મનન ચોક્સીએ જણાવ્યું હતું કે, હવે માત્ર પરીક્ષા માટે જ વાલીઓ મોકલશે તેવો અંદાજ સંચાલકોનો છે. કારણ કે મોટાભાગનો કોર્ષ પુરો થયો છે. આ સ્થિતિમાં વાલીઓ પોતાની અનુકુળતા પ્રમાણે અઘરા મુદ્દાના સોલ્યુશન માટે જ વિદ્યાર્થીઓને સ્કૂલે મોકલશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો