રાષ્ટ્રીય રક્ષા કાજે પોતાના પ્રાણ ન્યોછાવર કરનારા વીર સૈનિકોના પરિવાજનો સ્વમાનભેર પોતાઆ જીવનનો નિર્વાહ કરી શકે તેવી વ્યવસ્થા કરવા તેમજ યુધ્ધ, આંતરીક આતંકી હુમલાઓ દરમિયાન સૈનિક કાર્યવાહીમાં શારિરીક ક્ષતિગ્ર્સ્ત થવાના કારણે સશસ્ત્ર સેનાઓમાંથી છૂટા કરાયેલ સૈનિકોના પરિજનોના કલ્યાણ માટે ભંડોળ એકઠું કરવામાં આવે છે. ત્યારે અમદાવાદની નીમા સ્કૂલના વિદ્યાર્થીઓએ વિશ્વ ધ્વજ દિવસ અગાઉ સૈનિક કલ્યણ ભંડોળમાં એક લાખ રૂપિયા જમા કરાવ્યાં છે.
મધ્યમવર્ગિય પરિવારના બાળકોએ રકમ એકઠી કરી
કોરોનાને કારણે હાલમાં સ્કૂલોમાં ઓફલાઈન અને ઓનલાઈન બંને પ્રકારે શિક્ષણ ચાલી રહ્યું છે. વાડજની સ્કૂલમાં નાની મોટી પ્રવૃત્તિઓ ચાલુ રાખવામાં આવી હતી. સ્કૂલમાં ચાલતી પ્રવૃત્તિઓમાં વિશ્વ ધ્વજ દિવસ નિમિત્તે સૈનિક કલ્યાણ ભંડોળ માટે એક લાખ રૂપિયાનું ભંડોળ જમા કરાવ્યું હતું.નીમા સ્કૂલમાં મોટા ભાગના મધ્યમ વર્ગીય પરિવારના બાળકો ભણવા આવે છે છતાં સ્કૂલમાં આવતા બાળકો સ્વેચ્છાએ સ્કૂલની નાની મોટી તમામ પ્રવૃતિઓમાં જોડાય છે.
અત્યાર સુધી 3.50 લાખ રૂપિયા જમા કરાવ્યા
અગાઉ રેગ્યુલર હાજરી માટે બાળકોને એવોર્ડ મળી ચુક્યો છે અને સ્કૂલના આચાર્ય સહદેવસિંહને પણ શિક્ષક દિવસે શ્રેષ્ઠ શિક્ષકોનો એવોર્ડ મળી ચુક્યો છે. નીમા સ્કૂલના બાળકોએ વાલી અને શિક્ષકોના સહયોગથી 2016-2017 થી અત્યાર સુધી 3.50 લાખથી વધુ રકમ એકત્રિત કરીને વિશ્વ ધ્વજ દિવસ નિમિત્તે સૈનિક કલ્યાણ ભંડોળમાં જમા કરાવીને રાષ્ટ્રપ્રેમ માટે પ્રેરણા આપી પ્રોત્સાહિત કર્યા છે.ચાલુ શૈક્ષણિક વર્ષ દરમિયાન પણ સૈનિક કલ્યાણ ભંડોળ માટે 1 લાખ કરતા વધુ રકમ ભેગી કરેલી ભંડોળમાં આપી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.