વિદ્યાર્થીઓ માટે જાહેરાત:ધો.12 સામાન્ય પ્રવાહના પરિણામથી અસંતુષ્ટ વિદ્યાર્થીઓ 9થી 18 જૂન સુધી ગુણ ચકાસણીની અરજી કરી શકશે

અમદાવાદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
વિદ્યાર્થીઓની ફાઈલ તસવીર - Divya Bhaskar
વિદ્યાર્થીઓની ફાઈલ તસવીર
  • આ વર્ષે ધો. 12 સામાન્ય પ્રવાહનું 86.91 ટકા પરિણામ જાહેર થયું

ગુજરાત બોર્ડનું ધોરણ 10 અને 12નું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. ત્યારે 12 સામાન્ય પ્રવાહના જે વિદ્યાર્થીઓ પરિણામથી અસંતુષ્ટ હોય અને ગુણ ચકાસણીની અરજી કરવા ઇચ્છતા હોય તેઓ બોર્ડની વેબસાઈટ પર 9 થી 18 જૂન સુધી અરજી કરી શકશે. અરજી કર્યા અગાઉ રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ઓનલાઇન માધ્યમ સિવાય અન્ય કોઈ રીતે અરજી સ્વીકારવામાં પણ આવશે નહીં. ગુણ ચકાસણી માટે ઓનલાઇન પેમેન્ટ કરવાનું રહેશે.

આ વર્ષે 86.91 ટકા પરિણામ
નોંધનીય છે કે, આ વર્ષે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 86.91 ટકા પરિણામ આવ્યું હતું. સામાન્ય પ્રવાહમાં કુલ 4 લાખ 22 હજાર કરતાં વધુ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. આ વખતે ડાંગ જિલ્લાનું સૌથી ઊંચું પરિણામ 95.41 ટકા અને વડોદરા જિલ્લાનું સૌથી ઓછું 76.49 ટકા પરિણામ આવ્યું હતું.

12 વર્ષમાં સૌથી વધુ પરિણામ
જોકે છેલ્લાં 12 વર્ષની સરખામણીએ એટલે કે વર્ષ 2010થી વર્ષ 2022ના સમયગાળામાં પરિણામની ટકાવારી જોઈએ તો વર્ષ 2022નું પરિણામ અગાઉનાં તમામ વર્ષો કરતાં વધારે નોંધાયું હતું. વર્ષ 2010થી અત્યારસુધીના પરિણામમાં હવે વર્ષ 2022ના પરિણામની ટકાવારીએ રેકોર્ડ સર્જ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...