તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના ઇફેક્ટ:ધો 3 થી 8ના વિદ્યાર્થીઓને વીકલી લર્નિંગ મટિરિયલ સોશિયલ મીડિયા દ્વારા મોકલાશે

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વીકલી લર્નિંગ મટિરિયલના પ્રયોગ દ્વારા વિદ્યાર્થીઓને ઘરે બેઠા જ અભ્યાસની તક મળી રહેશે
  • વોટ્સએપના માધ્યમથી આ અભિયાનનું સતત મોનિટરિંગ કરાશે
  • પાઠ્યપુસ્તકો પા.મંડળની વેબસાઇટ પર ઉપલબ્ધ છે

અમદાવાદઃ કોરોનાને કારણે સમગ્ર રાજ્યમાં શાળાઓ બંધ છે, ત્યારે વિદ્યાર્થીઓને ઘરે બેઠા અભ્યાસ કરવાની તક મળી રહે તેવા હેતુ સાથે શિક્ષણ વિભાગે એક મહત્વનો નિર્ણય લીધો છે. આ નિર્ણય અંતર્ગત હવે દર શનિવારે ધોરણ 3 થી 8ના વિદ્યાર્થીઓ માટે વીકલી લર્નિંગ મટીરીયલ અંતર્ગત જરૂરી સાહિત્ય સોશિયલ મીડિયાના માધ્યમથી પૂરું પાડવામાં આવશે. શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે રાજ્યના CRC,BRC દ્વારા વોટ્સએપના માધ્યમથી વિદ્યાર્થીઓને આ અભ્યાસ સામગ્રી પહોંચાડવામાં આવી રહી છે, ત્યારે વિદ્યાર્થીઓ વાલીઓના માર્ગદર્શન સાથે તેનો ઉપયોગ કરે તે ખૂબ જરૂરી છે. ગઈકાલ(28 માર્ચ)થી શરૂ કરી આગામી દિવસોમાં ચારથી પાંચ શનિવારે ક્રમિક રીતે આ વીકલી લર્નિંગ મટીરીયલ આપવામાં આવશે. જે શનિવારે આ સાહિત્ય આપવામાં આવશે તેના પછીના શનિવાર સુધીમાં તેનું તમામ કામ પૂર્ણ થાય તેવો પ્રયાસ કરવાનો રહેશે. જેથી આગળના શનિવારના અભ્યાસમાં આગળ વધી શકાય.

વોટ્સએપના માધ્યમથી આ અભિયાનનું સતત મોનિટરિંગ કરાશે
શિક્ષણ મંત્રીએ જણાવ્યું છે કે  વિદ્યાર્થીઓને આ દિવસોમાં ઘરે બેઠા શૈક્ષણિક અભ્યાસની તક મળી રહેવાથી આગામી શૈક્ષણિક વર્ષમાં એટલે કે જૂન 2020થી બાળક જે ધોરણમાં આવવાનું છે તે ધોરણ મુજબનું સાહિત્ય અને તેનો અભ્યાસ અત્યારથી જ થઈ ગયો હોવાથી આગામી સમયમાં તે નવા ધોરણમાં વિદ્યાર્થી સરળતાથી જોડાઈ શકશે. અભ્યાસના આ સમયમાં વાલી પોતાના સંતાનોને સંપૂર્ણ સહયોગ આપે તેવી શિક્ષણ મંત્રીએ વાલીઓને પણ અપીલ કરી છે .વાલીઓ ઉપરાંત શિક્ષક સમુદાય પણ આ અંગે નેતૃત્વ લઇને વોટ્સએપના માધ્યમથી આ અભિયાનનું સતત મોનિટરિંગ કરશે. ઉપરાંત વાલીઓ તથા બાળકોને માર્ગદર્શન આપશે અને આ સૌના સહકારથી રાજ્યના પ્રાથમિક શાળામાં ભણતા બાળકો નું ભણતર  ખૂબ જ આગળ વધે તેવા પ્રયાસો કરવામાં આવશે.    

પાઠ્યપુસ્તકો પા.મંડળની વેબસાઇટ પર ઉપલબ્ધ છે
ઉલ્લેખનીય છે કે કે હાલમાં ટીવી ચેનલના માધ્યમથી પણ બાળકોને શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત સોશિયલ મીડિયા-વોટ્સએપના માધ્યમથી વોટ્સએપના માધ્યમથી ધોરણ 1થી 10ના પાઠ્યપુસ્તકની બુક આપવાનો પણ પ્રયાસ કરાયો છે. આ પાઠ્યપુસ્તક, પાઠ્યપુસ્તક મંડળની વેબસાઇટ પર પણ ઉપલબ્ધ છે. આ પ્રયાસો ઉપરાંત હવે વીકલી લર્નિંગ મટિરિયલના પ્રયોગ દ્વારા વિદ્યાર્થીઓને ઘરે બેઠા જ અભ્યાસની તક મળી રહેશે અને આગામી શૈક્ષણિક સત્રમાં વધુ શૈક્ષણિક સજ્જતા સાથે વિદ્યાર્થી આગળના ધોરણમાં પ્રવેશ મેળવી શકશે

અન્ય સમાચારો પણ છે...