વેક્સિનેશન અભિયાન:અમદાવાદમાં એક જ દિવસમાં 36 હજારથી વધુ બાળકોએ રસી લીધી, પૂર્વ વિસ્તારના બાળકો રસી લેવામાં સૌથી આગળ

અમદાવાદ17 દિવસ પહેલા
અમદાવાદની શાળાઓમાં વિદ્યાર્થીઓનું વેક્સિનેશન શરૂ થયું
  • પૂર્વ વિસ્તારમાં ઓઢવ, વિરાટનગર, નિકોલ સહિતના વિસ્તારોમાં 19,852 બાળકોને વેક્સિન અપાઈ
  • આધાર કાર્ડ લઈને આવનાર વિદ્યાર્થીનું ઓન સ્પોટ રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું
  • અમદાવાદ શહેરની કુલ 96 જેટલી શાળાના 43 હજાર 867 બાળકોને વેક્સિન અપાશે

રાજ્યમાં આજથી 15થી 18 વર્ષના વયના બાળકોના વેકેશનનો પ્રારંભ થયો છે. અમદાવાદમાં 80 જેટલી સ્કૂલોમાં બાળકોને વેક્સિન આપવામાં આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદમાં આજે 15થી 18 વર્ષની વયના કુલ 36,871 બાળકોને વેકસીન આપવામાં આવી છે. જેમાં સૌથી વધુ પૂર્વ વિસ્તારમાં ઓઢવ, વિરાટનગર, નિકોલ, મણિનગર, વટવા, નરોડા, ઇસનપુર, રામોલ, સરદારનગર, સહિતના વિસ્તારોમાં 19852 બાળકોને વેકસીન આપવામાં આવી છે.

​​​​​​​અમદાવાદ શહેરની 694 શાળાના 1 લાખ 80 હજાર 480થી વધારે બાળકોને રસી આપવામાં આવશે. અમદાવાદ શહેરની શાળાઓમાં 3 જાન્યુઆરીથી લઈને 10 જાન્યુઆરી સુધી વેક્સિનેશન ડ્રાઇવ ચાલવાની છે. જેમાં અમદાવાદ શહેરમાં અલગ અલગ દિવસ વેક્સિન આપવા માટે વિવિધ વિસ્તારની શાળાઓ નક્કી કરવામાં આવી છે.

વિદ્યાર્થીઓનું સ્પોટ રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું
અમદાવાદના વેજલપુર વિસ્તારની આર આર ત્રિવેદી સ્કૂલ માં રસી લેનાર પ્રથમ વિદ્યાર્થીની પૂજા અદરેશિયાએ જણાવ્યું કે લેતા પહેલા થોડું ઘણું કન્ફ્યુઝન પણ હતું.ચાંદખેડા વિસ્તારમાં આવેલી પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલમાં 15થી 18 વર્ષની વયના વિદ્યાર્થીઓનું વેકેશન શરૂ થયું હતું. આશરે 300 જેટલા વિદ્યાર્થીઓને આજે વેક્સિન આપવાની શરૂઆત કરવામાં આવી હતી. વેક્સિન લેવા આવનાર વિદ્યાર્થીઓનું સૌથી પહેલા રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. આધાર કાર્ડ લઈને આવનાર વિદ્યાર્થીનું ઓન સ્પોટ રજિસ્ટ્રેશન કરવામાં આવતું હતું. બાદમાં તેમને વેક્સિન આપવામાં આવી હતી.

વિદ્યાર્થીઓનું સ્પોટ રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું
વિદ્યાર્થીઓનું સ્પોટ રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું

વેક્સિન માટેની 80 ટકા સંમતિ અગાઉ જ મળી હતી
અમદાવાદ DEO હિતેન્દ્રસિંહ પઢેરિયાએ જણાવ્યું હતું કે આજથી વેક્સિનેશન શરૂ થયું છે. જેમાં 15 થી 18 વર્ષના 1.22 લાખ વિદ્યાર્થીઓ સ્કૂલમાં ભણે છે. જેમને વેક્સિન આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. એક સપ્તાહમાં તમામ બાળકોને વેક્સિન આપવાનો ટાર્ગેટ છે. જે ઝડપથી પૂર્ણ થાય તેવો પ્રયત્ન કરી રહ્યા છે.લોકોને જાગૃત કરવા વાલી મંડળ સાથે બેઠક કરીને સમજણ આપી હતી. સ્કૂલ સંચાલક ધારીણી વ્યાસે જણાવ્યું હતું કે અમારી સ્કૂલના 1000 બાળકોને આજથી વેક્સિન આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. 80 ટકા સંમતિ અગાઉ જ મળી હતી.સ્કૂલ સિવાય આસપાસના બાળકોને પણ અમે શક્ય તેટલી વેક્સિન આપીશું જેથી તમામ લોકોને વેક્સિન મળી શકે.

કોરોનાથી સુરક્ષા માટે વેક્સિન આપણી સુરક્ષા માટે જ છે
પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલમાં ધોરણ 11 સાયન્સમાં અભ્યાસ કરતી 16 વર્ષીય વિદ્યાર્થીની નિકિતા તુરેજાએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે વેક્સિન લેવા માટે માટે હું ખૂબ જ ડરતી હતી. પરંતુ વેક્સિન લીધા બાદ લાગ્યું કે ડરવાની જરૂર નથી કારણકે વેક્સિન કોરોનાથી આપણી સુરક્ષા માટે જ છે. ઝડપથી કોરોનાથી મુક્તિ મળે તો અમે ફરી સ્કૂલે આવી શકીએ. મારા માતા-પિતાએ પણ વેક્સિન લઈ લીધી છે અને બધાએ વેક્સિન લેવી જ જોઈએ.

વિદ્યાર્થીઓને વેક્સિન પહેલાં તિલક કરાવવામાં આવ્યું હતું
વિદ્યાર્થીઓને વેક્સિન પહેલાં તિલક કરાવવામાં આવ્યું હતું

હવે કોરોનાથી સુરક્ષિત થઈ ગયાં છીએ
ધો. 11 આર્ટ્સમાં અભ્યાસ કરતી 16 વર્ષીય નિમિ પટેલે જણાવ્યું હતું કે આજે વેક્સિન લીધી છે. જેથી હવે અમે કોરોનાથી સુરક્ષિત થઈ ગયા છીએ. આજથી રસીકરણ ચાલુ થઈ ગઈ છે અને સ્કૂલમાં વેક્સિનેશન આપવાના હતા. જેથી મને ઘરના લોકોએ પણ વેક્સિન લેવા કહ્યું હતું. હવે વેક્સિન લઈ લીધી છે. જેના કારણે હવે સ્કૂલો ચાલુ રાખવી જોઈએ અને બધા વિદ્યાર્થીઓએ વેક્સિન લઈ લેવી જોઈએ જેથી કોરોનાથી આપણી બચી શકીશું.

આજે વેક્સિન લીધી છે અને હવે ડરવાની જરૂર નથી
ધો. 11 સાયન્સમાં અભ્યાસ કરતી 15 વર્ષીય ઇશિતા વાઘેલાએ જણાવ્યું હતું કે આજે વેક્સિન લીધી છે અને હવે ડરવાની જરૂર નથી. સાવચેતી રાખવી જરૂરી છે. મારા ઘરમાં પણ બધાએ વેક્સિન લઈ લીધી છે. મારા કરતાં નાનો ભાઈ છે જો હવે તેમની પણ વેક્સિન આવી જાય તો બધા કોરોનાથી સુરક્ષિત થઈ જઈશું. ચાંદખેડાની પોદાર ઇન્ટરનેશનલ સ્કુલમાં યોજાયેલ આ વેક્સિનેશન કાર્યક્રમમાં મેયર કિરીટ પરમાર, ડેપ્યુટી મેયર ગીતાબેન પટેલ, સ્ટેન્ડિગ કમિટી ચેરમેન હિતેશ બારોટ અને મ્યુનિસિપલ કમિશનર લોચન સહેરા હાજર રહ્યાં હતાં.

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ ઉપસ્થિત રહ્યાં
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ ઉપસ્થિત રહ્યાં

વાલીઓએ કહ્યું હવે વિદ્યાર્થીઓ કોરોનાથી સુરક્ષિત છે
રૂપલ શાહ નામના વાલીએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓનું વેક્સિનેશન સરકાર દ્વારા શરૂ કરવામાં આવ્યું છે તેનાથી અમને ખૂબ જ આનંદ થયો છે અને હવે મારી દીકરી કોરોનાથી સુરક્ષિત છે. પહેલા અમને ખૂબ જ ડર લાગતો હતો અને તેના કારણે પણ અમે બાળકોને સ્કુલે મોકલતા ન હતા પરંતુ હવે મારી દીકરીએ પણ વેક્સિન લઈ લીધી છે. જેથી હવે અમને સ્કૂલે મોકલવામાં પણ કોઈ વાંધો નથી. બાળકોને વેક્સિન આપવામાં આવી ન હતી ત્યારે અમારા મનમાં ડર હતો કે અમે બંને વેક્સિન લીધી હતી. પરંતુ મારા બાળકોએ વેક્સિન નહોતી લીધી તો કોરોનાનો ડર હતો પરંતુ હવે મારી દીકરી સુરક્ષિત છે.

વિદ્યાર્થીઓને તિળક કરીને વેક્સિન રૂમમાં મોકલાયા
અમદાવાદમાં ઇસનપુરની વેદાંત સ્કૂલમાં સ્કૂલમાં બાળકોને પહેલા તિળક કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ તેમને નાશ્તો આપવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓના આધાર કાર્ડની નોંધણી કરવામાં આવી હતી અને સંમિત પત્ર જોવામાં આવ્યું હતું. ત્યાર બાદ વિદ્યાર્થીને વેક્સિન આપવામાં આવી હતી.વેક્સિન આપ્યા બાદ બાળકોને એક રૂમમાં 15-20 મિનિટ સુધી બેસાડવામાં આવ્યા હતા અને બાળકોને યોગ્ય લાગે તો જ બહાર મોકલવામાં આવ્યા હતા. ટુકડિયા જિજ્ઞાસા નામની વિદ્યાર્થીનીએ જણાવ્યું હતું કે આજે મેં ઉત્સાહ પૂર્વક વેક્સિન લીધી છે. મારો પરિવારે પણ મારી સાથે આવ્યો છે. મેં વેક્સિન લીધી છે અને મારા મિત્રોને પણ વેક્સિન લેવા જાણ કરીશ.

અન્ય સમાચારો પણ છે...