તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છબરડો:ગુજરાત યુનિ.માં રીએસેસમેન્ટ માટે એક વાર ફી ભરી છતાં રિસીપ્ટ ન આવતા વિદ્યાર્થીઓએ બીજી વાર ફી ભરવી પડી

અમદાવાદ23 દિવસ પહેલા
ગુજરાત યુનિવર્સિટીની ફાઈલ તસવીર
  • LLBના વિદ્યાર્થીઓએ પોતાના પરિણામથી નાખુશ હોઈ રીએસેસમેન્ટ માટે અરજી આપી હતી
  • વિદ્યાર્થીઓએ 2 વખત ફી ભરી હોવાની રજૂઆત કરતા યુનિ.એ ચકાસણી કરવાની ખાતરી આપી

ગુજરાત યુનિવર્સિટીમાં પરીક્ષાના પરિણામમાં છબરડા બાદ વિદ્યાર્થીઓએ ફરીથી પેપર તપાસવા માટે રીએસેસમેન્ટ માટે ઓનલાઇન અરજી કરી હતી. જેમાં વિદ્યાર્થીઓએ ફી ભરી હતી પરંતુ બાદમાં ફી જમા ન થઈ અને રિસિપ્ટ જનરેટ ના થતાં વિદ્યાર્થીઓએ ફરીથી ફી ભરવી પડી હતી. 2 વખત ફી ભરી હોવાની રજૂઆત કરાતા ચકાસણી કરવાની યુનિવર્સિટી તરફથી ખાતરી આપવામાં આવી છે.

પરિણામથી નાખુશ વિદ્યાર્થીઓની એસેસમેન્ટ માટે અરજી
ગુજરાત યુનિવર્સિટીમાં 3 દિવસથી LLB ના વિદ્યાર્થીઓ પરિણામમાં ગરબડ થઈ હોવાને કારણે ધક્કા ખાઈ રહ્યા છે. વિદ્યાર્થીઓને પરિણામથી સંતોષ ના હોય તો રીએસેસમેન્ટ માટે અરજી કરીને ફરીથી પેપર ચકાસણી માટે જણાવ્યું છે. જેથી વિદ્યાર્થીઓએ ઓનલાઇન અરજી કરી છે. પરંતુ ઓનલાઇન અરજીમાં વિદ્યાર્થીઓએ ભરેલી 260 રૂપિયા ફી બતાવતા નહોતા જેથી વિદ્યાર્થીઓએ ફરીથી ફી ભરી હતી, જે બાદ ફીની રિસિપ્ટમાં વિષય પણ લખવામાં આવ્યા નથી. વારંવાર મુશ્કેલી આવતા વિદ્યાર્થીઓ રોષે ભરાયાં હતાં અને રજિસ્ટ્રારને રજૂઆત કરી હતી. જેથી રજિસ્ટ્રારે અરજી આપવા જણાવ્યું છે જે મામલે તપાસ કરવાની ખાતરી આપી છે.

વિદ્યાર્થીઓનો બે વખત ફી ભરવી પડી
આ અંગે વિદ્યાર્થી અખિલ ગોહિલે જણાવ્યું હતું કે, મને 1 વિષયમાં નાપાસ કરવામાં આવ્યો છે, મારી સાથે અન્ય લોકોને સિરીઝ મુજબ નાપાસ કરવામાં આવ્યા છે જે અંગે અમે યુનિવર્સિટીમાં રજૂઆત કરી હતી. જેથી અમને રીએસેસમેન્ટ માટે જણાવવામાં આવ્યું હતું. માત્ર અમે રીએસેસમેન્ટ માટે ઓનલાઇન અરજી કરી હતી જેમાં ફી ભરી પરંતુ રિસિપ્ટ આવી નહોતી. જેથી અમે બીજી વાર ફી ભરી છે. બીજી વખતમાં આવેલ રીસીપ્ટમાં વિષય ના લખ્યા હોવાથી વધુ મુશ્કેલી આવી છે.