ધોરણ 10 અને 12ની પરીક્ષા:બાયોલોજીના ભાગ-2માં વિદ્યાર્થીઓ મૂંઝાયા, સેક્રેટરિયલનું પેપર સરળ રહ્યું

અમદાવાદ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોમર્સનું પેપર વિદ્યાર્થીઓ સ્કોર કરી શકે તેવું રહ્યું: વિષય નિષ્ણાતો

ધોરણ 12 કોમર્સનું સેક્રેટરિયલ પ્રેક્ટિસ અને વાણિજ્ય પત્રવ્યવહારનું પેપર સરળ રહ્યું હતું. તજજ્ઞોના મતે, વિદ્યાર્થીઓ સરળતાથી 95 ગુણથી ઉપર મળવી શકશે. મહેનત કરનારા વિદ્યાર્થીઓ સરળતાથી 75 ગુણ મેળવી શકશે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં બાયોલોજીનું પેપર પણ સરળ રહ્યું હોવાનું વિષય નિષ્ણાતો જણાવે છે.

વિષય નિષ્ણાત જગદીશ પ્રજાપતિએ જણાવ્યું કે, જે વિદ્યાર્થીએ મહેનત કરી છે તેઓ સરળતાથી 95 ગુણ મેળવી શકશે. સમગ્ર પેપર પાઠ્યપુસ્તક આધારિત રહ્યું છે. ઉપરાંત પત્રવ્યવહારમાં જાહેર માર્ગો પર સફાઈની અનિયમિતતા અંગે ફરિયાદ અને શાળાની આસપાસ પાન-મસાલા અને ગુટખાનું વેચાણ બંધ કરાવવા શાળાના આચાર્યને જાણ કરતો પત્ર લખવાનો પ્રશ્ન પુછાયો હતો. જ્યારે વિષય નિષ્ણાત બી. પંચાલે જણાવ્યું કે, ગયા વર્ષના પેપરની સરખામણીએ આ વર્ષે પેપર સરળ રહ્યું હતું. ભાગ-એ સરળ છે, જ્યારે ભાગ-બીમાં ટ્વિસ્ટ કરેલા પ્રશ્નોના જોવા મળ્યા હતા, જેથી વિદ્યાર્થીઓ થોડા મૂંઝાયા હતા.

સોમવારે વિજ્ઞાન, ગણિત, વાણિજ્ય વ્યવસ્થાનું પેપર
અમદાવાદ શહેરમાં કોઈ કોપી કેસ નોંધાયો ન હતો, પરંતુ જામનગર અને જૂનાગઢમાં ભૂગોળના પેપરમાં એક- એક કોપી કેસ નોંધાયો હતો. સોમવારે ધોરણ 10માં વિજ્ઞાન, ધો.12 વિજ્ઞાન પ્રવાહમાં ગણિત, જ્યારે કોમર્સમાં વાણિજ્ય વ્યવસ્થા અને સામાન્ય પ્રવાહમાં સામાજિક વિજ્ઞાનનું પેપર રહેશે.

અન્ય સમાચારો પણ છે...