તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:અભ્યાસ માટે વિદેશ જનારા વિદ્યાર્થીને ઓનલાઈન રજિસ્ટ્રેશનની સુવિધા નહીં

અમદાવાદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • રસી માટે રૂબરૂમાં ઝોનના આરોગ્ય અધિકારીનો સંપર્ક કરવો પડશે
  • વડોદરા, રાજકોટમાં ઓનલાઇન સુવિધા પણ અમદાવાદમાં નથી

અમદાવાદ શહેરમાંથી અભ્યાસ માટે સપ્ટેમ્બર ઇન્ટેકમાં વિદેશ જઇ રહેલા 200થી વધારે વિદ્યાર્થીઓને મ્યુનિ. દ્વારા પ્રાથમિકતાના ધોરણે વેક્સિન આપવાની કામગીરી હાથ ધરાઇ છે. તે માટે વિદ્યાર્થીએ તેના રહેણાંકના ઝોનના આરોગ્ય અધિકારીનો સંપર્ક કરવાનો રહેશે.

કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર દ્વારા જ્યાં વિદેશ જવા ઇચ્છતાં તમામ વિદ્યાર્થીઓને ઝડપથી વેક્સિન મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવા નિર્દેશો આપ્યા છે. મ્યુનિ. દ્વારા આવા વિદ્યાર્થીઓને વેક્સિન માટે તેમના ઝોનના આરોગ્ય અધિકારીનો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે. તેમજ અરજદારે તેમને લેખિતમાં અરજી આપવાની રહેશે, તથા તેઓ ક્યાં જવા ઇચ્છે છે સહિતની વિગતના ડોક્યુમેન્ટ પણ દર્શાવવાના રહેશે. વડોદરા, રાજકોટમાં ઓનલાઈન સુવિધા છે અને આવા વિદ્યાર્થીઓને ઝડપથી સેવા મળે તેવી વ્યવસ્થા છે. ત્યારે હજુ પણ અમદાવાદમાં આવી કોઇ યોગ્ય વ્યવસ્થા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી નથી.

આ પ્રક્રિયા કરવી પડશે

  • વિદ્યાર્થીએ સબંધિત ઝોનના આરોગ્ય અધિકારીને લેખિતમાં અરજી આપવાની રહેશે.
  • અરજીમાં જણાવવાનું રહેશે કે તેને ક્યા દેશમાં અભ્યાસ માટે જવાનું છે.
  • વિદેશ જવા માટેના દસ્તાવેજો પણ તેમણે આરોગ્ય અધિકારી માગે તો દર્શાવવાના રહેશે.
  • તેમને મળેલા વિઝા સહિતની પ્રક્રિયાના દસ્તાવેજો બતાવવા પડશે.
અન્ય સમાચારો પણ છે...