તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પરીક્ષા:19મી માર્ચથી ધો. 9થી 12ના વિદ્યાર્થીઓની પ્રથમ પરીક્ષા શરૂ, કન્ટેન્ટમેન્ટ ઝોનમાં રહેતા વિદ્યાર્થી પછીથી પરીક્ષા આપી શકશે

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પરીક્ષા આપતા વિદ્યાર્થીઓની ફાઈલ તસવીર. - Divya Bhaskar
પરીક્ષા આપતા વિદ્યાર્થીઓની ફાઈલ તસવીર.
  • કોરોનાના વધતા કેસો વચ્ચે 19મી માર્ચથી ધો. 9થી 12ના વિદ્યાર્થીઓની પ્રથમ પરીક્ષા
  • કન્ટેન્ટમેન્ટ ઝોનમાં રહેતા વિદ્યાર્થીઓ બાદમાં પરીક્ષા આપી શકશે

આગામી 19મી માર્ચથી 27 માર્ચ દરમિયાન ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓની પ્રથમ પરીક્ષા યોજાઈ રહી છે. જોકે કોરોનાવાયરસના વધી રહેલા કેસો વચ્ચે જિલ્લા શિક્ષણ અધિકારીએ એક પરિપત્ર જાહેર કર્યો છે. એ મુજબ, કોરોનાના કારણે કન્ટેન્ટમેન્ટ ઝોનમાં રહેતા વિદ્યાર્થીઓની પરીક્ષા શાળા દ્વારા નવા પ્રશ્નપત્રો કાઢીને ફરીથી લેવામાં આવશે. અને જો કોઈ શાળા કન્ટેન્ટમેન્ટ ઝોનમાં હોય તો એ કન્ટેન્ટમેન્ટ ઝોનમાંથી મુક્ત થયા બાદ પરીક્ષાનું આયોજન કરી શકે છે.

પરીક્ષા આપવી બાળકોના શૈક્ષણિક હિતમાં
કોરોનાને કારણે વિદ્યાર્થીઓના અભ્યાસને ઘણી અસર પડી છે, પરંતુ મૂલ્યાંકન માટે પરીક્ષા લેવી જરૂરી હોઈ, સાવચેતી સાથે પરીક્ષાનું આયોજન કરાઈ રહ્યું છે. એવામાં શુક્રવારે 19 માર્ચથી 27 માર્ચ સુધી લેવાનારી પરીક્ષામાં આંતરિક મૂલ્યાંકન અને વર્ગ બઢતીમાં ગણતરી માટે લેવાઈ રહી છે. આ પરીક્ષા આપવી બાળકોના શૈક્ષણિક હિતમાં છે, પરંતુ કોરોનાને કારણે કોઈ બાળકને અન્યાય ન થાય એ માટે કન્ટેન્ટમેન્ટ ઝોન વિસ્તારમાં પરીક્ષા ફરીથી યોજવાની જિલ્લા શિક્ષણ અધિકારી બી.એન. રાજગોર દ્વારા છૂટછાટ આપવામાં આવી છે.

જિલ્લા શિક્ષણ અધિકારીનો પરિપત્ર.
જિલ્લા શિક્ષણ અધિકારીનો પરિપત્ર.

80 માર્ક્સનું પ્રશ્નપત્ર રહેશે
ધોરણ 9 અને 11ની વાર્ષિક પરીક્ષામાં પ્રશ્નપત્રોના 80 માર્ક્સ રહેશે, જ્યારે પ્રથમ પરીક્ષામાં 50 માર્ક્સ રહેશે તેમજ આંતરિક મૂલ્યાંકનના 20 માર્ક્સ રહેશે. કોરોનાને કારણે ઓફલાઇન શિક્ષણ બંધ હતું. હવે તબક્કાવાર શૈક્ષણિક કાર્ય ચાલુ થઈ રહ્યું છે, ત્યારે થોડા દિવસ પહેલાં રાજ્યના શિક્ષણ વિભાગ અને શિક્ષણ બોર્ડ પરીક્ષાનું પણ પ્લાનિંગ જાહેર કરી દીધું હતું, જેમાં ધોરણ 9થી 12ની પ્રથમ પરીક્ષા 19થી 27 માર્ચ દરમિયાન યોજાશે અને વાર્ષિક પરીક્ષા 7 જૂનથી 15મી જૂન વચ્ચે યોજાશે.

બોર્ડ દ્વારા 30 ટકા અભ્યાસક્રમ ઘટાડી દેવાયો
સ્કૂલોએ પોતાની રીતે પ્રથમ સત્ર અને વાર્ષિક પરીક્ષા લેવાની રહેશે. બોર્ડ દ્વારા ધો.9 થી12માં 30 ટકા અભ્યાસક્રમ ઘટાડી દેવાયો છે, ત્યારે સ્કૂલો બોર્ડ દ્વારા જાહેર કરાયેલા 70 ટકા અભ્યાસક્રમ મુજબ અને નવા પ્રશ્નપત્ર પરિરૂપ મુજબ પરીક્ષા લેવાની રહેશે. ચાલુ શૈક્ષણિક વર્ષે બીજા સત્રની પરીક્ષા નહી લેવાય. આ વર્ષે બીજા સત્રની પરીક્ષા જ થનારી ન હોવાથી માત્ર પ્રથમ એનાં પરિણામમાંથી આંતરિક મૂલ્યાંકનના ગુણ સ્કૂલોએ મૂકવાના રહેશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

વધુ વાંચો