એજ્યુકેશન:વધુ ફી ઉઘરાવતી કોલેજો સામે વિદ્યાર્થીઓ ફરિયાદ કરે: FRC

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કમિટીએ નક્કી કરેલી જ ફી કોલેજો લઈ શકે
  • વિદ્યાર્થીઓ પાસે અન્ય ફી, ડીપોઝિટ ન લઈ શકાય

એફઆરસી (ફી નિયમન સમિતિ)(ટેક્નિકલ) ગુજરાતએ રાજ્યભરમાં આવેલી પ્રોફેશનલ કોર્સીસનું પ્રશિક્ષણ આપતી કોલેજોની ફી નક્કી કરી છે, જે અંતર્ગત એફઆરસીએ નક્કી કરેલી ફી કરતા વધારે ફી ઉઘરાવનારી કોલેજોની સામે વિદ્યાર્થીઓ અને વાલીઓ ફરિયાદ કરે તેમ જણાવવામાં આવ્યું છે.

એફઆરસી, ગુજરાત રાજ્યે જણાવ્યું છે કે, સમિતિએ સંસ્થાઓ માટે જે તે વર્ષની નિયત કરેલ ફી માળખામાં ટ્યૂશન ફી, લાઈબ્રેરી ફી, લેબોરેટરી ફી, કોમ્પ્યુટર ફી, કવોશન મની, જિમખાના ફી, ઈન્ટરનેટ, યુનિવર્સિટી એફિલિએશન ફી, સ્પોર્ટસ અને રિક્રિએશન સેલ્ફ અને પર્સનાલિટી ડેવલપમેન્ટ ફી જેવી અન્ય ફીનો સમાવેશ થાય છે. સમિતિ દ્વારા નિર્ધારિત ફી ઉપરાંત ફક્ત જે તે યુનિવર્સિટીને ભરવા પાત્ર ફી સિવાય કે અન્ય ફી કે ડિપોઝિટ સંસ્થા વિદ્યાર્થીઓ પાસેથી વસૂલ કરી શકે નહી. તેમ છતાં જો કોઈ સંસ્થા વિદ્યાર્થીઓ પાસેથી સમિતિએ નિર્ધારિત કરેલી ફી માળખા ઉપરાંત વધારાની ફી કે ડીપોઝીટ લેતી હોય તો વિદ્યાર્થીએ સમિતિએ નક્કી કરેલ કાર્યપ્રણાલીને અનુસરીને ફરિયાદ કરવા માટે જણાવવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...