એક્સક્લુઝિવ:ગુજરાત યુનિ.ના વિદ્યાર્થીઓ સવારે 7થી સાંજે 7 વાગ્યા સુધી કોઈપણ સમયે ઓનલાઈન પરીક્ષા આપી શકશે, જાણો A TO Z

અમદાવાદ7 મહિનો પહેલાલેખક: આનંદ મોદી
  • વિદ્યાર્થીઓને આપવામાં આવેલા સવાલો જ વાંચવાના રહેશે
  • સવાલ વાંચ્યા બાદ વિદ્યાર્થીઓ પોતાની અનુકૂળતાએ પરીક્ષા આપી શકશે

કોરોના કાળમાં શિક્ષણ પર માઠી અસર પડી હતી. આ દરમિયાન સ્કૂલો અને કોલેજોમાં ઓફલાઈન શિક્ષણની જગ્યાએ ઓનલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું હતું. તેની સાથે વિદ્યાર્થીઓની પરીક્ષાઓ પણ ઓનલાઈન લેવાઈ હતી. બીજી તરફ ધોરણ 12 સુધીના રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું. ત્યારે હવે ગુજરાત યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન ઓન ડિમાન્ડ પરીક્ષાનો વિકલ્પ આપવામાં આવ્યો છે. જેમાં વિદ્યાર્થીઓ સવારે સાત વાગ્યાથી લઈને સાંજે સાત વાગ્યા સુધીમાં કોઈ પણ સમયે પરીક્ષા આપી શકશે.

પરીક્ષાનો વિકલ્પ અત્યારે માત્ર PGના વિદ્યાર્થીઓ માટે જ રહેશે
ઓનલાઈન ઓન ડિમાન્ડ પરીક્ષાનો વિકલ્પ અત્યારે માત્ર PGના વિદ્યાર્થીઓ માટે જ રહેશે. આ વિકલ્પમાં પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓએ સૌ પ્રથમ ઓનલાઈન કે ઓફલાઈન પરીક્ષા માટેની ચોઈસ ફિલિંગ કરવાની રહેશે. ત્યાર બાદ ઓનલાઈનનો વિકલ્પ પસંદ કરનાર વિદ્યાર્થીઓને વિષય પ્રમાણે કેટલાક સવાલ આપવામાં આવશે. આપવામાં આવેલા સવાલો જ વિદ્યાર્થીઓએ વાંચવાના રહેશે. સવાલો વાંચ્યા બાદ વિદ્યાર્થીઓ પોતાની અનુકૂળતા પ્રમાણે પરીક્ષાનો સમય પસંદ કરી શકશે.

આપવામાં આવેલા સવાલો જ વિદ્યાર્થીઓએ વાંચવાના રહેશે
ઓનલાઇન ઓન ડીમાન્ડનો વિકલ્પ અત્યારે PG ના વિદ્યાર્થીઓ માટે જ રહેશે.વિદ્યાર્થીઓએ સૌ પ્રથમ ઓનલાઇન કે ઓફલાઇન પરીક્ષા માટે ચોઇસ ફીલિંગ કરવાની રહેશે.જે બાદ ઓનલાઇનનો વિકલ્પ પસંદ કરનાર વિદ્યાર્થીઓને વિષય પ્રમાણે કેટલાક સવાલ આપવામાં આવશે જે સવાલ જ વિદ્યાર્થીઓએ વાંચવાના રહેશે.સવાલ વાંચ્યા બાદ વિદ્યાર્થીઓ પોતાની અનુકૂળતા પ્રમાણે પરીક્ષાનો સમય પસંદ કરી શકશે.

એક સાથે 50 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે
યુનિવર્સિટી દ્વારા સવારે 7 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી પરીક્ષા માટે સ્લોટ તૈયાર કરાશે. જે સ્લોટમાં 1 કલાકનો સમય હશે. વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્ર માટે જે ડિપાર્ટમેન્ટમાં ભણતા હશે તે જ ડિપાર્ટમેન્ટ ફાળવવામાં આવશે. જ્યાં કોમ્પ્યુટર પર ઓનલાઇન પરીક્ષા આપવાની રહેશે. જો ના હોય તો NRS હોલમાં પણ પરીક્ષા લેવામાં આવશે.તમામ પરીક્ષાઓ ઓનલાઇન જ રહેશે. એક સાથે 50 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે.

50 વિદ્યાર્થીઓએ એક સુપરવાઈઝર હશે
ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ હિમાંશુ પંડ્યાએ જણાવ્યું હતું કે ઓનલાઇન પરીક્ષા યોજાશે. પરંતુ તેમાં કોઈ કોપી ના કરે તે માટે તમામના પ્રશ્નો અને તેના વિકલ્પ અલગ અલગ હશે. 50 વિદ્યાર્થીઓએ એક સુપરવાઈઝર હશે. જે વિદ્યાર્થી પરીક્ષા દરમિયાન આજુ બાજુ વાત કરતો કે જોતો જણાશે તો તેને પરીક્ષા આપવા દેવામાં આવશે નહીં.