તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુશ્કેલી:વિદ્યાર્થીઓને હવે ઓનલાઈન શિક્ષણમાં રસ નથી, અભ્યાસના સમયે મોબાઈલમાં ચેટિંગ અને ગેમ રમવા જેવી પ્રવૃત્તિઓ કરે છે

અમદાવાદએક મહિનો પહેલા
અભ્યાસ દરમિયાન બાળકો અન્ય પ્રવૃત્તિ કરે છે
  • ઓનલાઈન અભ્યાસમાં નેટવર્ક પ્રોબ્લેમ આવે છે. ડાઉટ સોલ્વ નથી થઈ શકતાંઃ વિદ્યાર્થી
  • ઓનલાઈન ભણવાનો સમય સવારે 9થી 12નો હોવાથી ઘરનું કામ કરવામાં તકલીફ થાય છેઃ વાલીઓ

કોરોનાની મહામારી દરમિયાન ગત વર્ષથી જ શિક્ષણ ઓનલાઈન શરુ કરવામાં આવ્યું છે. પરંતુ જાન્યુઆરીમાં કેસ ઘટતાં સ્કૂલો ફરીથી શરુ કરવામાં આવી હતી. પરંતુ ફરીથી કેસોમાં ઘટાડો થતાં સ્કૂલો બંધ કરી દેવામાં આવી છે. જેથી વિદ્યાર્થીઓને ફરીથી ઓનલાઈન શિક્ષણ મેળવવાનો વારો આવ્યો છે. ઓનલાઈન શિક્ષણમાં વાલીઓ અને વિદ્યાર્થીઓ બંનેને મુશ્કેલીઓ થઈ રહી છે.

વાલીઓ પણ વિદ્યાર્થીઓને મદદરૂપ નથી થઈ શકતાં
ઓનલાઈન શિક્ષણમાં વાલીઓ અને વિદ્યાર્થીઓ બંનેને સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. વિદ્યાર્થીઓ ઓનલાઈન ભણવામાં ધ્યાન આપતાં નથી. તેઓ મોબાઈલથી જ શિક્ષણ મેળવવાનું હોવાથી અન્ય પ્રવૃત્તિમાં જોતરાઈ જાય છે. વાલીઓ પણ વિદ્યાર્થીઓને ડિજિટલ શિક્ષણમાં મદદરૂપ થઈ શકતાં નથી.

ઓનલાઈન શિક્ષણમાં વાલીઓ અને વિદ્યાર્થીઓ બંનેને સમસ્યાનો સામનો કરવો પડે છે
ઓનલાઈન શિક્ષણમાં વાલીઓ અને વિદ્યાર્થીઓ બંનેને સમસ્યાનો સામનો કરવો પડે છે

અભ્યાસ વખતે નેટવર્ક પ્રોબ્લેમ આવે છે
આઠમા ધોરણમાં ભણતી વિદ્યાર્થીની ક્રિશાએ જણાવ્યું હતું કે ઓનલાઈન અભ્યાસમાં નેટવર્ક પ્રોબ્લેમ આવે છે. ડાઉટ સોલ્વ નથી થઈ શકતાં અને કોપી કરીને પરીક્ષા આપવાના કિસ્સાઓ પણ બહુ બને છે. જ્યારે અને કોઈના વિષયમાં ખબર ના પડે ત્યારે પુછીએ છીએ અને સામેથી જવાબ મળતો નથી. એક સાથે મોટી સંખ્યામાં લોકોને ભણાવવામા આવતા હોવાથી ધ્યાન પણ રહેતું નથી.

બાળકો ઓનલાઇન શિક્ષણમાં ધ્યાન આપી શકતા નથી
જલ્પા બારોટ નામના વાલીએ જણાવ્યું હતું કે ઓનલાઇન ભાણવાનો સમય 9થી 12 નો હોય છે. ત્યારે ઘરનું કામ પણ કરવાનું હોવાથી બાળકો પર ધ્યાન અપાતું નથી. ઓફલાઈન શિક્ષણમાં શિક્ષક સામે હોય છતાં પણ બાળકો પૂરતું ધ્યાન આપી શકતા નથી. ત્યારે ઓનલાઇન શિક્ષણમાં બાળકો કેમનું ધ્યાન આપી શકે.

અભ્યાસ સમયે જ નેટવર્ક નથી આવતું
અભ્યાસ સમયે જ નેટવર્ક નથી આવતું

બાળકો ગેમ રમીને ચેટીંગ જ કરતા હોય છે
નીતુ પટેલ નામના વાલીએ જણાવ્યું હતું કે બાળકો માનસિક અને શારીરિક કંટાળી ગયા છે. બાળકો સ્કૂલે જવા માટે પણ આતુર છે. બાળકો ભણવામાં ધ્યાન આપી શકતા નથી. વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચે સંવાદ થઈ શકતો નથી. બાળકો સાથે બેસીએ ત્યારે તેઓ ભણે છે પરંતુ સાથે ના બેસવામાં આવે ત્યારે બાળકો મોબાઈલમાં ગેમ રમે છે ,ગીતો સાંભળે અને ચેટિંગ કરતા હોય છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

વધુ વાંચો