તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માસપ્રમોશનથી મૂંઝવણ:ગુજકેટ અંગે સ્પષ્ટતા નહીં થતાં વિદ્યાર્થીઓ મૂંઝવણમાં

અમદાવાદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સરકાર સત્વરે નિર્ણય લે તેવી વાલીઓની માગ

ધોરણ 12નીપરીક્ષા રદ કરવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે. જો કે, ગુજકેટની પરીક્ષા ક્યારે તે બાબતને લઈને વિદ્યાર્થીઓ અને વાલીઓ મૂંઝવણમાં છે. સરકારે સત્વરે ગુજકેટ અંગે વલણ સ્પષ્ટ કરવું જોઈએ તેવી માગ કરી છે.

ધોરણ 12ની ગુજકેટની પરીક્ષા અંગે વિષય નિષ્ણાત શિક્ષક પુલકિત ઓઝાએ જણાવ્યું હતુ કે,‘ધોરણ 12ની પરીક્ષા રદ કરવાની સરકારે જાહેરાત તો કરી દીધી,પરંતુ ગુજકેટની તારીખની જાહેરાત કરાઈ નથી. જેને લઈને હાલમાં અસ્પષ્ટ ચિત્ર છેે.’

બીજી તરફ ધોરણ 12ની પરીક્ષા આપનાર વિદ્યાર્થી દેવ પટેલનુ કહેવું છે કે,‘ શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 12ની પરીક્ષાના પરિણામમાં માર્કસની ગણતરી અંગેની કોઈ સ્પષ્ટતા કરાઈ નથી. આ ઉપરાંત ગુજકેટ થશે કે કે કેમ? આ બાબતને લઈને વિદ્યાર્થીઓમાં અવઢવ છે. આ અંગેની સત્વરે સ્પષ્ટતા કરી દેવામાં આવે તેવી અમારી માગણી છે.’

ઉલ્લેખનીય છે કે ધોરણ 12માં એ ગ્રૂપના આશરે 52,000 તેમજ બી ગ્રૂપના 75,000થી વધુ જ્યારે એબી ગ્રૂપના આશરે 100 જેટલા વિદ્યાર્થીઓ છે. આ વિદ્યાર્થીઓમાંથી મોટાભાગના વિદ્યાર્થીઓ ગુજકેટ આપે તેવી સંભાવના છે.

અન્ય સમાચારો પણ છે...