ગુજરાતમાં ધોરણ 10 અને 12ના પરિણામોમાં માસ પ્રમોશન અને ત્યારબાદ પ્રવેશ પ્રક્રિયાની જાહેરાત શરૂ થઈ છે. પણ જે તે અભ્યાસક્રમને લગતી પુરી માહિતીના અભાવે વિદ્યાર્થીઓ-વાલીઓ વ્યાપક પરેશાનીનો સામનો કરી રહ્યા છે. ત્યારે કોરોનાકાળમાં ત્રીજી લહેરનો સતત ડર અને ભયનું વાતાવરણ છે ત્યારે યુનિવર્સિટીના સત્તાધીશો પ્રવેશ પ્રક્રિયા અને એની માહિતી કેન્દ્રો અને હેલ્પલાઇન નંબર ઉપલબ્ધ કરાવે તેની માંગ NSUI દ્વારા કરવામાં આવી રહી છે.
પ્રવેશ સમિતિ દ્વારા એડમિશનમાં મદદ માટે કોઈ વ્યવસ્થા નહીં
NSUIના રાષ્ટ્રીય સંયોજક ભાવિક સોલંકીએ જણાવ્યું હતું કે, રાજ્યની મોટાભાગની યુનિવર્સિટીઓએ પ્રવેશ પ્રક્રિયાની જાહેરાત કરી દીધી છે. આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ સહિતના વિવિધ અભ્યાસક્રમો અંગે કેટલીક કોલેજોમાં કેટલી બેઠકો અને ફી છે તેના ધોરણો સહીત જેતે સંખ્યા દીઠ પ્રવેશ સમિતિ દ્વારા જેતે યુનિવર્સિટીમાં વ્યવસ્થા ઊભી કરાઇ નથી. હવે પ્રવેશ સમિતિમાં સ્થાન મેળવવા ગોઠવણ માટે સતત લોબિંગ કરતા યુનિવર્સિટીના સભ્યો દ્વારા વિદ્યાર્થીઓને સરળતાથી માહિતી કઈ રીતે મળે તે દિશામાં કોઇ કામગીરી જાહેર કરવામાં આવી નથી.
માહિતીના અભાવે વિદ્યાર્થીઓ-વાલીઓ ધક્કા ખાય છે
ગુજરાત યુનિવર્સિટીના વિવિધ અભ્યાસક્રમ અંગે યુનિવર્સિટી દ્વારા કોઈ માહિતી હેતુ પણ જોવા મળતો નથી, એક તરફ રાજ્યના વિવિધ જીલ્લા, શહેર તથા ગ્રામ્યમાંથી વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવવા માટે યુનિવર્સિટી ખાતે ધક્કા ખાય છે, બીજી બાજુ યુનિવર્સિટીના સત્તાધીશો સરળ માહિતી માટે વ્યવસ્થા ઊભી કરવામાં નિષ્ક્રિય જણાઈ રહ્યા છે. એક તરફ રાજ્યમાં ખાનગી કોલેજ તથા યુનિવર્સિટીનો રાફડો ફાટયો છે. વિવિધ અભ્યાસક્રમોમાં મનફાવે તેવી ફી વસૂલીને મેરિટ વિના બારોબાર પ્રવેશ આપી રહ્યા છે અને વિદ્યાર્થીઓને આકર્ષી રહ્યા છે. બીજી બાજુ રાજ્યની યુનિવર્સિટીઓ સત્તાધીશોના વિદ્યાર્થીલક્ષી અભિગમના અભાવે ઓછી ફીમાં વિદ્યાર્થીઓને અભ્યાસની તકો ગુમાવી પડે તેવી સ્થિતિનું નિર્માણ થઇ રહ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.