ગુજરાત યુનિવર્સિટીમાં અત્યારે અલગ અલગ વિધાશાખાની સેમેસ્ટર-4ની પરીક્ષા ચાલી રહી છે, ત્યારે આજે BAમાં સાયકોલોજીનું પેપર હતુ. આ પેપર સિલેબસ બહાર એટલે જૂના સિલેબસનું પેપર હોવાનો વિદ્યાર્થીઓનો આક્ષેપ છે. જોકે પરીક્ષા વિભાગે કહ્યું કે પેપર બરોબર જ હતું માત્ર એક જ સેન્ટરની ફરિયાદ આવી છે.
એલ.ડી.આર્ટ્સ કોલેજના સેન્ટર પર પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓના હાથમાં પેપર આવ્યું ત્યારે વિદ્યાર્થીઓ જોયું તો સાયકોલોજીના પેપરમાં 5 પ્રશ્નો જુના સિલેબસ મુજબમાં હતા. 8 પ્રશ્નો હતા જેમાંથી 3 પ્રશ્નો લખવાના હતા. 1 પ્રશ્ન 15 માર્કસનો હતો, જેમાંથી 5 પ્રશ્નો સિલબેસ બહારના હતા.વિદ્યાર્થીઓએ આ અંગે રજૂઆત કરી હતી કે પરંતુ કોઈ ઉકેલ આવ્યો ન હતો.
ધ્રુમી નામની વિદ્યાર્થિનીએ જણાવ્યું હતું કે, પેપર અંગે અમે રજૂઆત કરી હતી અને જવાબની રાહ જોઈ રહ્યા હતા. પરંતુ બાદમાં અમને કહેવામાં આવ્યું કે જે પેપર છે તે જ લખો અમને આવડતું પણ નહોતું અને પાછળનું પેપર પણ રહી ગયું છે. રિઝલ્ટ શુ આવશે એ પણ અમને ખબર નથી પરંતુ બધાને રિઝલ્ટનું ટેન્શન છે.
પરીક્ષા નિયામક કલ્પેન વોરાએ જણાવ્યું હતું કે, અમને માત્ર એક જ સેન્ટર પરથી ફરિયાદ મળી હતી. છતાં અમે પેપર સેટરને પૂછ્યું હતું, ત્યારે પેપર સેટરે પણ કહ્યું હતું કે પેપર બરાબર છે. તમામ પ્રશ્નો સિલેબસના છે, જેથી અમે કોઈ બદલાવ કર્યો નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.