SG હાઈવે પર અકસ્માત:કારમાં સવાર વિદ્યાર્થીનું મોત, બાઇક વચ્ચે આવતા કારચાલકે કાબૂ ગુમાવ્યો

અમદાવાદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • કારમાં ઇજનેરીના 3 વિદ્યાર્થી હતા, 2ને ઇજા

સોલા સિવિલ હોસ્પિટલ સામેથી કારમાં પસાર થઇ રહેલા એન્જિનિયરિંગના 3 વિદ્યાર્થી મિત્રોની કારની આગળ એકાએક બાઈક આડું આવી જતાં કારચાલક યુવકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવી દેતાં કાર ડિવાઈડર તોડીને બ્રિજની નીચેના થાંભલા સાથે અથડાઈ હતી, જેમાં ત્રણેય મિત્રો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. તેમાંથી કાર ચાલકની બાજુમાં બેઠેલા મિત્રનું મોત નિપજ્યું હતું.

સોલામાં રહેતો અને એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતો દેવ દ્વિવેદી (ઉં.19) રવિવારે સાંજ તેના બે મિત્ર કરણ ભાવસાર (19) અને મિહિર પટેલ(19) સાથે સિંધુભવન રોડથી સોલા તરફ જઈ રહ્યા હતા ત્યારે મિહિર કાર ચલાવી રહ્યો હતો. સોલા સિવિલના ગેટ પાસે બાઇક વચ્ચે આવતા કારનો અકસ્માત થતાં બાજુમાં બેસેલા મિત્ર કરણને ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું.

અન્ય સમાચારો પણ છે...