તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

શિક્ષણ ઓનલાઈન વિદ્યાર્થી ઓફલાઈન:બાળકોને ઓનલાઇન શિક્ષણ ગમતું નથી ને નેટ પ્રોબ્લેમથી તકલીફ પડે છે, સ્કૂલમાં ભણવું સારું લાગે છે

અમદાવાદ3 મહિનો પહેલાલેખક: અનિરુદ્ધસિંહ મકવાણા
  • વાલીઓની ફરિયાદ લાઈટ જતી રહે ત્યારે TV પર વિદ્યાર્થીઓને વિષય છૂટી જાય છે
  • સ્માર્ટફોનનો અભાવ પણ મોટાભાગના બાળકોને ઓનલાઈન શિક્ષણથી વંચિત રાખે છે
  • જેમની પાસે મોબાઈલ નથી તેવા બાળકો પાઠ્યપુસ્તકોના આધારે જાતે અભ્યાસ કરવા મજબૂર છે

ઓનલાઈન શિક્ષણ સામે વિદ્યાર્થીઓને એ પ્રકારે ભણવું ગમતું ન હોવાછતાં ભણવું પડતું હોવાનું અમારા રિપોર્ટમાં સામે આવ્યું છે. ગામડાઓમાં ઓનલાઇન શિક્ષણની સ્થિતિ શું છે તે જાણવા માટે DivyaBhaskar ગાંધીનગરના અમિયાપુર ગામે પહોંચ્યું હતું. અહી વિદ્યાર્થીઓએ ઓનલાઈન અને સ્કૂલ શિત્રણ વચ્ચે તેમને શું વધારે પસંદ છે તેમાં તેમણે ઓનલાઈન ભણવું ન ગમતું હોવાનો જવાબ આપ્યો હતો. ઓનલાઈન શિક્ષણમાં નેટનો પ્રોબ્લેમ વિક્ષેપ ઊભો કરે છે .તેમજ વાલીઓ પણ કહે છે કે ટીવી પર બાળક ભણે છે તે સમયે લાઈટ જતી રહે ત્યારે તે સમયે ટેલિકાસ્ટ થયેલો અભ્યાસક્રમ અને વિષય છૂટી જાય છે.
ઓનલાઈન ભણવું નથી ગમતું
ગાંધીનગર હાઇવે પર આવેલી માધુરી મનસુખ વસા સ્કૂલમાં ધો. 12માં અભ્યાસ કરતી પ્રિયંકા ઠાકોરે DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ઓનલાઈન તો ગમતું નથી પણ સ્કૂલમાં સારું ગમે છે. વધારે ભણવાનું પણ ઓનલાઈન નથી ગમતું. 8.15 અમે બેસી જઈએ છીએ અને 11.30 સુધી ક્લાસ ચાલુ હોય છે. અમુક વખત નેટવર્કનો પ્રોબ્લેમ હોય તો બંધ જાય છે. સ્કૂલમાં જવાનું સારું ફાવે છે ઓનલાઈન નથી ફાવતું.

સ્કૂલમાં જઈને ભણવું સારું લાગે છે
ધોરણ 8માં ભણતા અલ્પેશ ઠાકોર નામના વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે, સ્કૂલે મોકલેલી લિંક ઓપન કરીને પાસવર્ડ કરી અમે ઓનલાઈન ભણીએ છીએ. સૌ પહેલા ફોનના માઈક મ્યુટ કરાવીને ટીચર કહે છે કે અમે સમજાવીએ તેમ સમજો, પછી જે સવાલ કરવો હોય તે કરો. આમ તો સ્કૂલમાં જઈને ભણવાનું સારું લાગે છે પણ હાલ ઓનલાઈન ભણવાનું ચાલુ છે એટલે ભણીએ છીએ. હવે મોબાઈલ વાપરવાની આદત પડી ગઈ છે.

DD ગિરનાર પર શિક્ષણ અપાય છે
મહામારી કોરોના કારણે અનલોક 1 બાદ અનલોક 2માં પણ સ્કૂલો અને કોલેજો બંધ છે. ત્યારે રાજ્ય સરકારે ગુજરાતની સ્કૂલ-કોલેજોમાં ઓનલાઇન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. ત્યારે શહેરોમાં બાળકો ઓનલાઇન શિક્ષણ માટેની તમામ સુવિધાઓ પૂરતી મળી રહે છે. અમિયાપુર ગામમાં વાલીઓ અને બાળકોની મુલાકાત દરમિયાન જાણવા મળ્યું હતું કે, બાળકો ઘરે બેસી ટીવી પર DD ગિરનાર પર શિક્ષણ વિભાગ દ્વારા જે અભ્યાસ કરાવવામાં આવે છે તેના પરથી તેઓ અભ્યાસ કરે છે. પરંતુ ગામમાં મોટાભાગે જ્યારે લાઈટ જતી રહે છે ત્યારે તે વિષયનો અભ્યાસ અધૂરો રહી જાય છે. કેટલાક વાલીઓ પાસે સ્માર્ટ ફોનનો અભાવ છે. આથી મોટાભાગના બાળકો ઓનલાઇન શિક્ષણથી વંચિત રહે છે. તેઓને સ્કૂલ તરફથી આપાવામાં આવતા પાઠ્યપુસ્તકોને આધારે જાતે અભ્યાસ કરવો પડી રહ્યો છે.

તમામ સ્કૂલોમાં ઓનલાઈન શિક્ષણ
અમિયાપુર ગામમાં વિદ્યાર્થીઓ સરકારી સ્કૂલમાં અને આસપાસમાં આવેલી સ્કૂલમાં પણ અભ્યાસ કરે છે. સ્કૂલ અત્યારે બંધ હોવાથી ઓનલાઇન એજ્યુકેશન ચાલી રહ્યું છે. ગામની સ્ફૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ટીવી પર ભણે છે. વિદ્યાર્થીઓના વાલીઓ પાસે સ્માર્ટફોન મોટાભાગના લોકો પાસે હોય છે પરંતુ નોકરી અને કામધંધા પર જવાનું હોવાના કારણે બાળકો સમયસર ઓનલાઇન શિક્ષણ નથી મેળવી શકતાં.

શિક્ષકો એક વિષયની લિંક મોકલે છે
શિક્ષકે નામ ન દેવાની શરતે જણાવ્યું હતું કે, દરરોજ બાળકોને અમે ફોન કરી અને પૂછીએ છીએ. તેઓને પ્રવૃતિઓ સમજાવીએ છીએ. મોબાઈલમાં એપ્લિકેશનની લિંક આપી દઇએ છીએ. દરરોજ એક વિષય અંગેની લિંક મોકલીએ છીએ.

15 મિનિટના બ્રેકમાં પણ ફોન ચાર્જ કરવો પડે છે
કનુભાઈ ઠાકોરે જણાવ્યું હતું કે, બંને બાળકોને સવારે 8.15 વાગ્યાથી 11.30 સુધી ઓનલાઇન શિક્ષણ ચાલે છે. બંને બાળકોને અલગ અલગ સ્માર્ટ ફોન આપવા પડે છે. મારા પિતરાઈ ભાઈના બાળકો પણ સાથે ભણતા હોય છે. એક સાથે બાળકો ભણે છે. ઓનલાઇન શિક્ષણ માટે ફોન પણ રાતે જ ચાર્જમાં મૂકી દેવો પડે છે. વચ્ચે 15 મિનિટ બ્રેકમાં પણ ફોન ચાર્જ કરવો પડે છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...

વધુ વાંચો