તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઓફલાઈન શિક્ષણકાર્ય:અભ્યાસનાં ઓનલાઇન-ઓફલાઇન માધ્યમને લીધે સ્કૂલમાં વિદ્યાર્થીઓની હાજરી ઓછી રહી

અમદાવાદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સંમતિ પત્ર અને વરસાદી સિઝનને કારણે પ્રથમ દિવસે 6થી 8નાં વિદ્યાર્થીઓ ઘરે જ રહ્યાં

ધોરણ 6થી 8માં ગુરુવારથી સ્કૂલોમાં ઓફલાઈન શિક્ષણકાર્યની શરૂઆત થઈ હતી. મોટા ભાગની સ્કૂલોમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી જોવા મળી હતી. પૂર્વ અને પશ્ચિમ વિસ્તારની સ્કૂલોમાં એન્ટ્રી ગેટ ઉપરથી થર્મલગનથી ટેમ્પરેચર ટેકિંગ તેમજ સેનેટાઇઝર પણ રખાયા હતાં. જો કે મોટા ભાગનાં વાલીઓએ વરસાદ તેમજ કોરોનાની ત્રીજી લહેરના જોખમ વચ્ચે તેમના બાળકોને સ્કૂલને બદલે ઘરેથીજ ઓનલાઈન એજ્યુકેશન આપવાનો આગ્રહ રાખતાં તેમને સ્કૂલે મોકલ્યા જ નહતાં.

પહેલા દિવસે એચ. બી. કે કાપડિયામાં માત્ર 256 વિદ્યાર્થીઓ સ્કૂલ આવ્યા
એચ.બી.કાપડિયા પ્રાથમિક શાળામાં ધોરણ 6થી 8માં પ્રથમ દિવસે 256 વિદ્યાર્થીઓએ કોવિડની SOPના પાલન સાથે ઉત્સાહભેર શિક્ષણકાર્યમાં ભાગ લીધો હતો. હાલ વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી છે પણ તે ભવિષ્યમાં તે સ્થિતિ સુધરશે.> મુક્તક કાપડિયા, એચબીકે સ્કૂલ

હીરમણિમાં પહેલા દિવસે માત્ર 10 ટકા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા
હીરામણિ સ્કૂલમાં ધોરણ 6થી 8નાં ક્લાસ શરૂ થયા બાદ પહેલા દિવસે 10 ટકા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં. ઓનલાઇન અને ઓફલાઇન બંને પ્રકારનું એજ્યુકેશન માં મોટાભાગનાં વિદ્યાર્થીઓ ઓનલાઇન સ્ટડી પ્રીફર કરી રહ્યાં છે. > ભાગવત અમીન, હીરામણિ સ્કૂલ

40 ટકા જેટલા િવદ્યાર્થીઓએ ક્લાસરૂમમાં ઓફલાઇન સ્ટડી કર્યું
6થી 8 ધોરણમાં 1800 જેટલા વિદ્યાર્થીઓ છે જેમાંથી 800 વિદ્યાર્થીઓનાં પેરેન્ટ્સે મંજૂરી આપી હતી. તેમાંથી પહેલા દિવસે 40 ટકા જેટલા વિદ્યાર્થીઓ ઓફલાઇન ક્લાસરૂમમાં ગાઈડલાઇન પ્રમાણે ઉપસ્થિત રહ્યાં હતા.> મનન ચોક્સી, ઉદગમ સ્કૂલ

અત્યારે કોઇ પ્લાન નથી, ફરજિયાત થાય ત્યારે ડોટરને સ્કૂલે મોકલીશ
સ્કૂલ શરુ તો થઈ છે પરંતુ બાળકોને ઘરેથી ઓનલાઈન જ અભ્યાસ કરાવવાનું પસંદ કર્યું છે. સ્કૂલમાં આજે 6-7 બાળકો જ હાજર હતા. દિવાળી બાદ ફરજિયાત થશે ત્યારે જ ઓફલાઈન એજ્યુકેશન માટે સ્કૂલે મોકલાવીશ. > નેહા ત્રિવેદી, વાલી

સંમતિપત્રની પ્રોસેસ પૂરી થયા પછી બાળકને સ્કૂલે ભણવા મોકલીશ
આજથી સ્કૂલ શરુ થઈ છે. પરંતુ હજુ સંમતિ ફોર્મની પ્રોસેસ બાકી હોવાથી 1-2 દિવસ બાદ સ્કૂલે મોકલાવવાનું શરુ કરીશું. તેમજ જો સંખ્યા વધારે હશે અને ગાઈડલાઈન ફોલો કરવામાં નહીં આવે તો ફરી ઓફલાઈન સ્કૂલિંગ શરુ કરાવીશું. > કૈલાશબેન ઠાકોર, વાલી

વરસાદને કારણે વિદ્યાર્થીઓની હાજરી પહેલા દિવસે માત્ર 10% રહી
સ્કૂલ શરૂ તો થઇ ગઇ છે પણ વિદ્યાર્થીઓની હાજરી ખૂજ પાંખી છે.વરસાદને લઈને વાલીઓએ બાળકોને સ્કૂલમાં મોકલ્યા નહીં. અમારી સ્કૂલમાં ગુજરાતી અને અંગ્રેજી મિડિયમમાં 10 ટકાની અંદર હાજરી રહી હતી. > અનિલભાઈ રાવલ,પ્રિન્સિપાલ,દીવાન બલ્લુભાઈ

અન્ય સમાચારો પણ છે...