તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
શહેરની SVP હોસ્પિટલમાં કોરોના વોર્ડમાં ફરજ બજાવતા હાઉસકીપિંગ અને પેશન્ટ એટેન્ડ સ્ટાફએ આજે સવારે પગાર મુદ્દે હોબાળો મચાવ્યો હતો. 7 મે સુધીમાં પગાર થઈ જતો હોય છે જો કે આજદિન સુધી પગાર ન થતા તેઓ હડતાળ પર ઉતરી ગયા હતા અને હોબાળો કર્યો હતો. સ્ટાફે Divyabhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમે 150 જેટલા કર્મચારીઓ કોવિડ વોર્ડમાં ફરજ બજાવીએ છીએ. અમારો પગાર 7 મે સુધીમાં થાય છે જો કે બીજા 6 દિવસ ગયા બાદ પણ પગાર કરવામાં ન આવતા આજે સવારની શિફ્ટવાળા તમામ કર્મચારીઓ હડતાળ પર ઉતરી ગયા હતા. જો કે હાલમાં પેશન્ટ હેરાન ન થાય અને ઉપરી અધિકારી સાથે વાત થઈ છે. કાલ સુધીમાં પગાર નહી થાય તો ફરીથી હડતાળ કરી દઈશું.
ગઇકાલે રેસિડેન્ટ ડોક્ટરો- નર્સિંગ સ્ટાફ હડતાળ પર ઉતર્યો હતો
કોરોના મહામારી સામે દિવસ-રાત કોરોના સામે લડી રહેલા એસવીપી હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફ ઘણા દિવસથી અપૂરતી પીપીઈ કીટ મામલે રોષ પ્રગટ કરી રહ્યા હતા. આખરે આ મામલો આજે વણસતા મંગળવારે બપોરે એસવીપી હોસ્પિટલમાં રેસિડેન્ટ-જૂનિયર ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફ હડતાળ પર ઉતરી ગયો હતો. જોકે. એસવીપી હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ તથા આરએમઓ સહિતનો સ્ટાફ જૂનિયર ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફને હડતાળ સમેટી લેવા સમજાવવા ગયા હતા. ઉપરી અધિકારીના આશ્વાસન અને સમજાવટ બાદ તમામ રેસિડેન્ટ ડોકટરોએ હડતાલ સમેટી લીધી હતી.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.