ઉત્તરાયણમાં ચાઇનીઝ અને નાયલોન દોરી બનાવવા, વેચાણ અને ખરીદી સામે પ્રતિબંધ મૂકવા કરાયેલી જાહેરહિતની અરજીમાં ગૃહ વિભાગે સોંગદનામું કર્યું હતું. ગૃહવિભાગે અત્યાર સુધી લીધેલા પગલા અંગે વિગતો રજૂ કરતા ચીફ જસ્ટિસ અરવિંદ કુમારની ખંડપીઠે સંતોષ વ્યકત કર્યો હતો. સાથે મૌખિક સૂચના આપી હતી કે, આ મામલે કડક કાર્યવાહી કરવી.
ચાઈનીઝ દોરીના ઉપયોગ પર પ્રતિબંધ માગતી જાહેરહિતની અરજીમાં એડવોકેટ નિમિષ કાપડિયાએ એવી દલીલ કરી હતી કે, ઓનલાઇન ચાઇનીઝ દોરાનું વેચાણ હજુ પણ થઇ રહ્યું છે. ખંડપીઠે આ અંગે પોલીસને પૃચ્છા કરતા એવી દલીલ કરાઇ હતી કે, સાઈબર ક્રાઈમને આવી કંપની સામે વેચાણ કરવા સામે પગલાં લેવા આદેશ કર્યો છે. ગૃહ વિભાગે સોગંદનામામાં એવી રજૂઆત કરી હતી કે સુરતમાં લોકોને ગળામાં દોરીથી બચવા માટે વિશેષ બનાવટના પટ્ટા વેચવામાં આવ્યા હતા. 13 દિવસમાં પોલીસે 1500 જેટલી એફઆઇઆર કરી છે. શહેરમાં 53 ઓટોરિક્ષા દ્વારા જાહેરાત કરીને લોકોને જાગૃત કરાયા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.