મેગા ટ્રિગર સિલિંગ ઝૂંબેશ:અમદાવાદમાં બાકી પ્રોપર્ટી ટેક્સ ધારકો સામે કડક કાર્યવાહીમાં 21 કરોડની આવક, એક જ દિવસમાં 21966 મિલકતો સીલ

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા ટેક્સધારકો દ્વારા વર્ષોથી ટેક્સ ન ભરતાં કરોડોની બાકી રકમ વસુલવા માટે ટેક્સ વિભાગ દ્વારા આજે શુક્રવારે મેગા સિલિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇતિહાસમાં ઐતિહાસિક સિલિંગઅને આવક થઈ છે.

આજે એક જ દિવસમાં કોર્પોરેશન દ્વારા 21766 જેટલી મિલકતોને સીલ કરવામાં આવી છે અને રૂ. 21.18 કરોડની આવક થઈ છે. મેગા સિલિંગ ઝૂંબેશ અંતર્ગત સૌથી વધારે પૂર્વ ઝોનમાં 7803 જેટલી મિલકતોને સીલ કરવામાં આવી છે. આગામી દિવસોમાં પણ આ મેગા સિલિંગ ઝૂંબેશ યથાવત રહેશે તેમ રેવન્યુ કમિટીના ચેરમેન જૈનિક વકીલે જણાવ્યું હતું.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા પ્રોપર્ટી ટેક્સમાં 100 વ્યાજ માફીની સ્કિમ અમલમાં મૂકાઈ છે. ઉપરાંત વર્ષોથી લોકોને માફીની રાહત આપવા છતાં કેટલાક ટેક્સધારકો પોતે ટેક્સ ન ભરતાં કોર્પોરેશન દ્વારા મેગા સિલિંગ ઝુંબેશ સહિત રોજ કડક સિલિંગ ઝુંબેશ કરવામાં આવે. જેમાં છેલ્લા 15 દિવસથી 1000ની આસપાસ મિલકતો સીલ કરવામાં આવે છે. શુક્રવારે મેગા ટ્રિગર સિલિંગ ઝુંબેશ આવે છે જે અંતર્ગત સૌથી વધુ પૂર્વ ઝોનમાં 7703, પશ્ચિમ ઝોનમાં 5254, દક્ષિણ ઝોનમાં 3542, ઉત્તર ઝોનમાં 1350, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 2010 અને ઉત્તર પશ્ચિમ ઝોનમાં 1085 એમ કુલ 21966 મિલકતો સીલ કરી છે.

અન્ય સમાચારો પણ છે...