તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Stress Led To A 15 Percent Increase In Addiction To Drugs Such As Alcohol, Cigarettes, And Marijuana; Depression And Anxiety Also Increased Among The People

કોરોના મહામારીની સાઇડ ઇફેક્ટ:સ્ટ્રેસને કારણે દારૂ, સિગારેટ, ગાંજો જેવા ડ્રગ્સના બંધાણીમાં 15 ટકાનો વધારો થયો; લોકોમાં ડિપ્રેશન, એન્ઝાઇટી પણ વધ્યાં

અમદાવાદ3 મહિનો પહેલાલેખક: ધારા રાઠોડ
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • વ્યસન છોડવા માટે લોકો રીહેબિલિટેશન સેન્ટર્સનો આશરો લઈ રહ્યા છે

રિહેબિલિટેશન સેન્ટર્સ તથા સાયકોથેરાપિસ્ટ તેમજ ન્યૂરો સાયકિયાટ્રિક ડોક્ટરોના કહેવા પ્રમાણે કોરોના મહામારી બાદ વ્યસન કરતા લોકોની સંખ્યામાં આશરે 15% નો વધારો થયો છે. ડોક્ટરે જણાવ્યું હતું કે, 2019-2020ની સરખામણીએ 2020-2021 દરમિયાન લોકોમાં સ્ટ્રેસ, એન્ઝાઇટી અને ડિપ્રેશનના પ્રમાણમાં વધારો થયો છે. પરિણામે અગાઉ કરતા દોઢગણા લોકો તમાકુ, બીડી, દારૂ, સિગારેટ, ગાંજો, ચરસ, ડ્રગ્સના વ્યસની બન્યા છે. હવે જ્યારે પરિસ્થિતિ સામાન્ય બની છે ત્યારે આકસ્મિક વ્યસનનો ભોગ બનેલા લોકો વ્યસન છોડવા માટે રિહેબિલિટેશન સેન્ટર તથા સાયકિયાટ્રિક ટ્રીટમેન્ટનો સહારો લઈ રહ્યા છે.

રિહેબ સેન્ટર પાસેથી જાણવા મળ્યું હતું કે અગાઉ લોકો દારૂ અને સિગારેટના વ્યસન છોડવા માટેની ટ્રીટમેન્ટ કરાવતા હતા જ્યારે હવે નાર્કોટિક્સના પેશન્ટમાં વધારો થયો છે. તેમાં માટોભાગના પેશન્ટ યંગસ્ટર્સ અને મહિલાઓનો પણ સમાવેશ થાય છે. ડો. પ્રદીપ વઘાસિયાએ જણાવ્યું કે, કેટલાક વ્યસની લત છોડવા માગે છે પરંતુ સ્ટ્રેસના કારણે મુશ્કેલી સર્જાય છે. અંતે હવે પેશન્ટ ડી-એડિક્શન સેન્ટરનો સહારો પણ લઈ રહ્યા છે.

નાણાકીય તકલીફથી માંડી અનેક પ્રશ્નો વ્યસન માટે જવાબદાર
કોરોનાના કારણે સોશિયલ ડિસ્ટન્સિંગ, નાણાકીય તકલીફ, બિઝનેસમાં નુકસાન થવું ટ્રાવેલ રિસ્ટ્રિકશન, જેવા ઘણા પરિબળો છે જેના કારણે મોટી સંખ્યામાં લોકો વ્યસનનો ભોગ બન્યા છે. સ્ટ્રેસ ઓછો કરવા વ્યસનનો સહારો લીધેલા લોકોમાં જાગૃતિ આવતા હવે વ્યક્તિ રિહેબ સેન્ટરમાં ટ્રીટમેન્ટ લઈ ખરાબ આદતથી છુટકારો મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. - ડો. પ્રદીપ વઘાસિયા,
ડિ-એડિકશન સ્પેશિયલિસ્ટ

યુવાનો લત ઉપરાંત ડિપ્રેશનનો ભોગ બન્યા
કોરોના બાદ યુવાનો સાયકિયાટ્રિક પ્રોબ્લેમ, એડિક્શન, ડિપ્રેશનનો ભોગ બન્યા હોય તેના પેરેન્ટ્સ ટ્રીટમેન્ટ માટે રિહેબિલિટેશન સેન્ટરમાં મુકે છે. એવા કેસ પણ આવ્યા છે જેઓ ફક્ત કોવિડના કારણે વ્યસનનો શિકાર બન્યા છે. બાદમાં આદત છોડવા લોકો હવે રિહેબ સેન્ટરમાં પણ એડમિશન લઈ રહ્યા છે. પહેલી લહેરની સરખામણીએ સેન્ટરમાં આવતા લોકોની સંખ્યા વધી છે. - ડો. રાજેશ શાહ, ન્યૂરો સાયકિયાટ્રિસ્ટ

મહિલાઓમાં પણ વ્યસનનું પ્રમાણ વધ્યું
2019ની સરખામણીએ 2020માં વ્યસનીઓની સંખ્યામાં દોઢગણો વધારો થયો છે. પરિણામે હવે લોકો ડિ-એડિક્શન સેન્ટરનો સહારો લઈ રહ્યા છે. પુરુષોની સરખામણીએ સ્ત્રીઓમાં પણ વ્યસનનું પ્રમાણ વધી રહ્યું છે. યુવાનો વ્યસનને સ્ટેટસ સમજી બેસે છે પરિણામે એડિક્શનનો ભોગ બને છે. - ડો. અંકિત પંચમતિયા, MD,સાયકિયાટ્રિસ્ટ

અન્ય સમાચારો પણ છે...