તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આરોગ્ય પર અસર:સ્ટ્રેસને કારણે 30થી 40ની વયજૂથના લોકોમાં એટેકનું પ્રમાણ 20 ટકા વધ્યું

અમદાવાદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • અત્યંત ઝડપી જીવનશૈલીની યુવાનોના આરોગ્ય પર અસર
  • અપૂરતી ઉંઘ, ધુમ્રપાન, આલ્કોહોલનું સેવન પણ જવાબદાર

બિગ બોસ અને બાલિકા વધુ ફેઇમ સિધ્ધાર્થ શુક્લાનું 40 વર્ષની વયે ગુરુવારે હાર્ટએટેકથી મોત થતાં શોકનું મોજુું ફરી વળ્યું છે. પરંતુ, ચોંકાવનારી વાત એ છે કે, પહેલાં 50 વર્ષની વયજૂથના લોકોમાં હાર્ટએટેક જોવા મળતો હતો. પરંતુ, ફાસ્ટ લાઇફ સ્ટાઇલ અને સ્ટ્રેસને લીધે છેલ્લાં દશકાથી 20-40 વયજૂથના લોકોમાં હાર્ટએટેકનું પ્રમાણ વધ્યું છે.

તેમાંય છેલ્લાં 3-4 વર્ષમાં 30-40 વયજૂથમાં 20 ટકા અને 20-30 વયજૂથમાં 10 ટકા જેટલું હાર્ટએટેકનું પ્રમાણ વધ્યું હોવાનું શહેરના જાણીતા કાર્ડિયોલોજીસ્ટ જણાવી રહ્યા છે.

ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજીસ્ટ ડો.તેજસ પટેલ જણાવે છે કે, વર્ષ 1980થી 90ના ગાળામાં 55થી 60 વર્ષે દર્દીમાં હાર્ટએટેક આવતો હતો. છેલ્લાં 10 વર્ષમાં 30થી 35 વર્ષના યુવાનોમાં હાર્ટ એટેક સાથે સારવાર માટે આવે છે.

તમામ વર્ગના લોકોની લાઇફ સ્ટાઇલ ફાસ્ટ બની છે, તેમજ પ્રેશર ઓફ પર્ફોર્મન્સને લીધે બધાંજ પ્રેશરમાં જીવી રહ્યાં છે. 35થી 40 વર્ષે કોઇ યુવાન છાતીનો દુખાવો લઇને આવે તો અવગણી શકાય નહીં, જેથી હૃદયની તમામ તપાસ કરવી જરૂરી બને છે.

યુ.એન.મહેતા અને એપોલો હોસ્પિટલના સિનિયર કાર્ડિયોલોજીસ્ટ ડો.જયેશ પ્રજાપતિ જણાવે છે કે, અપુરતી ઉંઘ, કોમ્પિટીશન, ખોરાકની અનિયમિતતા, ધુમ્રપાન અને આલ્કોહોલનું વધુુ સેવનને કારણે પણ હાર્ટએટેકનું પ્રમાણ વધ્યું છે.

અન્ય સમાચારો પણ છે...