સતર્કતા:અમદાવાદના માધુપુરાની એક મસ્જિદમાં અજાણ્યા માણસો છૂપાયા છે, જેની ભાષા સમજાઈ શકે તેવી નથી,પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન આવ્યો

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર- પોલીસ કાફલો કંટ્રોલમાં મેસેજ મળતાં દોડી ગયો - Divya Bhaskar
ફાઈલ તસવીર- પોલીસ કાફલો કંટ્રોલમાં મેસેજ મળતાં દોડી ગયો
  • શહેરની ત્રણ મસ્જિદ સર્ચ કરવામાં આવી, તહેવારના સમયે અચાનક ફોન આવતા પોલીસ એલર્ટ
  • અમને મેસેજ મળતા તરત સર્ચ કરવાની સૂચના આપી છે: ડીસીપી,ઝોન 3

દિવાળીના તહેવાર નજીક આવી રહ્યા છે અને તહેવારો દરમિયાન આતંકવાદીઓ પોતાની પ્રવૃતિઓને અંજામ આપતા હોય છે. જેને લઈ અમદાવાદ પોલીસ કમિશનરે પોલીસને એલર્ટ રહેવા સૂચના આપી છે. આજે બપોરે 12 વાગ્યાની આસપાસ પોલીસ કંટ્રોલરૂમમાંથી જાણ કરવામાં આવી હતી કે, સરસપુર અને કાલુપુર બ્રિજ પાસે આવેલી મસ્જિદમાં કેટલાક શંકાસ્પદ વ્યક્તિઓ છે. જેથી શહેરકોટડા પોલીસ અને કાલુપુર પોલીસના પીઆઇ સહિત તમામ પોલીસ સ્ટાફ તાત્કાલિક મસ્જિદ પર પહોંચી ગયો હતો. પોલીસે મસ્જિદમાં જઈ તપાસ કરતા શંકાસ્પદ વ્યક્તિઓ હોય તેમની તપાસ કરી હતી. પરંતુ મસ્જિદમાંથી કોઈ વ્યક્તિ કે વસ્તુઓ મળી આવી ન હતી.

મસ્જિદમાં સર્ચિંગ દરમિયાન કોઈ શંકાસ્પદ ન જણાયું
માધુપુરા પોલીસ સ્ટેશન હદમાં પણ આવેલી એક મસ્જિદમાં કેટલાક શંકાસ્પદ વ્યક્તિઓ છૂપાયા હોવાનો પોલીસ કંટ્રોલરૂમમાંથી મેસેજ માધુપુરા પોલીસની ગાડીને આપવામાં આવ્યો હતો. જેથી પીઆઇ સહિત તમામ પોલીસ સ્ટેશનનો સ્ટાફ તાત્કાલિક મસ્જિદ પર પહોંચી મસ્જિદમાં સર્ચ કર્યું હતું. જો કે મસ્જિદમાંથી કોઈપણ શંકાસ્પદ વ્યક્તિ મળી આવ્યો ન હતો.

માધુપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મેસેજ કરાયો હતો.
માધુપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મેસેજ કરાયો હતો.

કંટ્રોલને મેસેજ મળતાં જ તપાસ શરૂ કરાઈ
અમદાવાદ શહેરમાં આવા શંકાસ્પદ વ્યક્તિઓ હોવાના પોલીસને મેસેજ આપવામાં આવતા તેઓ ગણતરીના સમયમાં પહોંચી હતી. આ અંગે ઝોન 3ના ડીસીપી મકરંદ ચૌહાણે જણાવ્યું હતું કે, અમને કંટ્રોલરૂમમાંથી મેસેજ મળતાં મસ્જિદમાં તાત્કાલિક તપાસ શરૂ કરાવી છે, હજી સુધી કોઈ શંકાસ્પદ મળ્યું નથી.