તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમદાવાદમાં તાઉ-તેની અસર:તોફાની પવનથી રિવરફ્રન્ટ પર 50 સહિત 500 વૃક્ષ ધરાશાયી, પાલડીમાં દુકાનનું ધાબું તૂટી પડતાં એકનું મોત

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
રિવરફ્રન્ટ પર 50 વૃક્ષ ધરાશાયી. જ્યારે પાણી ભરાતાં મીઠાખળી, સ્ટેડિયમ અને અખબારનગર અંડરપાસ બંધ કરાયા હતાં. - Divya Bhaskar
રિવરફ્રન્ટ પર 50 વૃક્ષ ધરાશાયી. જ્યારે પાણી ભરાતાં મીઠાખળી, સ્ટેડિયમ અને અખબારનગર અંડરપાસ બંધ કરાયા હતાં.
  • દરિયાપુરમાં રિક્ષા પર ઝાડ પડતાં એક યુવકને ઈજા

શહેરમાં 40થી 80ની ઝડપે ફૂંકાયેલા પવન વચ્ચે રિવરફ્રન્ટ પર 50 સહિત 550 વૃક્ષો ધરાશાયી થઇ ગયા હતા. શહેરમાં ગત વર્ષે મ્યુનિ.એ અંદાજે 10 લાખ વૃક્ષ વાવ્યા હતા.જેમાંથી 60 ટકા વૃક્ષ સારી રીતે તૈયાર થઇ ગયા હતા.

સૌથી વધારે વૃક્ષો દ.પશ્ચિમ, ઉ.પશ્ચિમ અને પશ્ચિમ ઝોનમાં પડ્યા છે. પૂર્વ કરતાં પશ્ચિમના વિસ્તારમાં વૃક્ષો વધારે ધારાશાયી થયા છે. ઘાટલોડિયા ગામમાં વૃક્ષ ધરાશાયી થયું હતું. બહેરામપુરા વિસ્તારમાં પણ કબ્રસ્તાન પાસેનું વૃક્ષ ધરાશાયી થયું હતું. આશ્રમ રોડ પર કર્ણાવતી હોસ્પિટલની ગલીમાં પણ વૃક્ષ પડ્યું હતું. પાલડી વાસણા વિસ્તારમાં પણ કેટલાક સ્થળે વૃક્ષો ધરાશાયી થયા છે. દરિયાપુર લીમડી વિસ્તારમાં ઝાડ પડતાં એક રિક્ષા દબાઈ ગઈ હતી અને તેમાં બેઠેલા એક યુવકને ઈજા થઈ હતી.

પાલડીમાં દુકાનનું ધાબું તૂટી પડતાં એકનું મોત, એકને ઈજા
ભારે પવન અને વરસાદથી પાલડીમાં એક દુકાનનો કાટમાળ પડતા બે વ્યક્તિને ઈજા પહોંચી હતી. જેમાં આધેડનું મોત નીપજ્યું હતું. એનઆઈડી નજીક આવેલા શોપિંગ સેન્ટરના રિનોવેશનનું કામ કરતાં વિનોદ વ્યાસનું મોત નીપજ્યું હતું. દુકાન માલિક સુરેશભાઈને પણ કાટમાળને કારણે ઈજા થઈ હતી. ઈજાગ્રસ્તોને હોસ્પિટલ લઈ જવાયા હતા. પરંતુ સારવાર દરમિયાન એકનું મૃત્યુ થયું હતું.

પાણી ભરાતાં મીઠાખળી, સ્ટેડિયમ અને અખબારનગર અંડરપાસ બંધ
પાણી ભરાતા સ્ટેડિયમ, મીઠાખળી અને અખબારનગર અંડરપાસ તાકીદે બંધ કરવામાં આવ્યા હતા. ભારે વરસાદથી ત્રણેય અંડરપાસમાં 1 ફૂટ પાણી ભરાયું હતું. જોકે અખબારનગર અંડરપાસમાં પાણીનો સત્વરે નિકાલ કરાતા 12 મિનિટમાં જ ફરી ચાલુ કરાયો હતો. મીઠાખળી અંડરપાસ બપોરે 3.39 કલાકે, સ્ટેડિયમ અંડરપાસ 4.25 કલાકે અને અખબારનગર અંડરપાસ 4 વાગ્યે બંધ કરાયો હતો. તમામ અંડરપાસમાં પાણી ભરાય તો તરત પમ્પ મૂકી દેવામાં આવે છે. જેથી પાણીનો નિકાલ કરી શકાય. સવારથી ચાલી રહેલા વરસાદને કારણે આ અંડરપાસમાં એક ફૂટ જેટલું પાણી ભરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...