ચોમાસા દરમ્યાન પૂર્વ વિસ્તારમાં નીચાણવાળા ભાગોમાં પાણી ભરાઇ જાય છે. પાંચ વિધાનસભામાંથી પસાર થતી ખારીકટ કેનાલના નીચાણવાળા વિસ્તારોમાંથી ચોમાસાની ઋતુ દરમ્યાન વરસાદી પાણીના નિકાલ માટે જુદા જુદા સ્ટોર્મ વોટર પંપીગ સ્ટેશનોની કાર્યક્ષમતા વધારવા, નવા સબમર્સીબલ ગેટસ સ્ટીલ કરવા, હયાત સિવિલ સ્ટકચરમાં મોડિફીકેશન કરવા સાથે ઇલેક્ટ્રિક અને મિકેનિકલ કામગીરી માટે રૂ.6.60 કરોડનો કોન્ટ્રાકટ સ્ટેન્ડિંગ કમિટીએ મંજુર કર્યો છે. જોકે ચોમાસા પહેલાં આ કામગીરી કરવાની હોય છે પરંતુ ચોમાસાના એક મહિના પહેલાં જ ટેન્ડર પાસ કરવામાં આવ્યું છે.
14 વર્ષ બાદ થશે સ્ટોર્મ વોટર પંપીગ સ્ટેશનોનું અપગ્રેડેશન
JNURM પ્રોજેકટ હેઠળ ખારીકટ કેનાલના નીચાણ વાળા વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટે સ્ટોર્મ વોટર પંપીગ સ્ટેશનો વર્ષ 2008થી કાર્યરત છે. છેલ્લા 14 વર્ષથી સ્ટોર્મ વોટર પંપીગ સ્ટેશનો ચાલે છે જેનું અપગ્રેડેશન કરવું આવશ્યક છે. કાંકરિયા વ્યાયામશાળા, ઘોડાસર સ્મૃતિ મંદિર,બવટવા ગેબનશાહ પીર, નુરનગર, દેવીમાતા તેમજ નીરમાનાળા સ્ટોર્મ પંપીગ સ્ટેશનોની કાર્યક્ષમતા વધારવા નવા સબમર્સીબલ પમ્પસેટસ ઇન્સ્ટોલ કરવા તથા હયાત સિવિલ સ્ટ્રકચરમાં મોડિફીકેશન કરવા સાથે ઈલેક્ટ્રો-મીકેનીકલ એસેસરીઝ સહિતની કામગીરી માટે ટેન્ડરો મંગાવવામાં આવ્યા હતા જેમાં મે. એચ.ઇ.સી. ઇન્ફા પ્રોજેકટ્સ લી, મે .લાખાણી એંજીનીયરીંગ એન્ડ ઓર્ગેનાઇઝેશન અને મેં. રિધ્ધી એન્યજીનીયર્સના ટેન્ડરો આવ્યા હતા.
અંદાજીત ભાવ કરતા 1.10 ટકા ભાવ ઓછો
જેમાં મે.લાખાણી એજીનીયરીંગ એન્ડ ઓર્ગેનાઇઝેશન દ્વારા ટેન્ડરના અંદાજીત ભાવ કરતા 1.10 ટકા ભાવ ઓછા છે. જે વ્યાજબી જણાતા કન્સલ્ટન્ટ દ્વારા તૈયાર કરવામાં આવેલ અંદાજીત રૂ. 6.67 કરોડની જગ્યાએ રૂ.6.60 કરોડના ખર્ચે ટેન્ડરને મંજૂરી આપવા સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત લાવવામાં આવી હતી. જેને સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂરી આપવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.