પ્રિ-મોન્સૂન કામગીરી:અમદાવાદમાં ચોમાસામાં પાણી ભરાય નહીં તે માટે જુદાજુદા ઝોનમાં સ્ટોર્મ વોટર ડ્રેનેજ લાઇનની સાફસફાઇ કરાઈ

અમદાવાદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રથમ રાઉન્ડમાં 55659 તેમજ બીજા રાઉન્ડમાં 45299 કેચપીટોની સફાઇ થઈ

અમદાવાદમાં ચોમાસા દરમિયાન શહેરમાં પાણી ભરાય નહિ તેમજ જે વિસ્તારમાં પાણી ભરાય છે ત્યાં ઝડપી નિકાલ થાય તેના માટે પ્રિ-મોન્સૂન કામગીરી કરવામાં આવે છે. ગુરુવારે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં પણ પ્રિ-મોન્સૂન કામગીરી અંગે ચર્ચા કરવામાં આવી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશનના વોટર સપ્લાય એન્ડ ડ્રેનેજ, રોડ એન્ડ બિલ્ડીંગ તેમજ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા પ્રિ મોન્સૂન કામગીરી કરવામાં આવી છે જેમાં ગત વર્ષ દરમ્યાન ભરાયેલ વરસાદી પાણીનાં સ્પોટોને આઇડેન્ટીફાઇ કરી ચાલુ વર્ષે વરસાદી પાણીનો ઝડપથી નિકાલ થાય તે માટે કેચપીટ બનાવવી/વરસાદી પાણીનાં નિકાલની લાઇનો સાફ કરવામાં આવી છે.

ચાલુ વર્ષ દરમ્યાન ઝોન તેમજ પ્રોજેક્ટ દ્વારા કરવામાં આવેલ કામગીરી કે જેનાં પર સેટલમેન્ટ થઇ શકવાની શક્યતાઓ હોય તેવા 200 સ્પોટ છે. જેનાં પર પુરાણ તેમજ વોટરીંગની કામગીરી કરી રોડ રીઇન્સ્ટેટમેન્ટની કામગીરી કરવામાં આવી છે. જો કે વરસાદ દરમ્યાન રોડ સેટલમેન્ટ થાય તો તેનાં માટે આગોતરાં આયોજન રૂપે પુરાણ કરવાનાં મટીરીયલનો સ્ટોક કરવામાં આવ્યો છે. જુદાજુદા ઝોન દ્વારા ઝોનમાં આવેલ સ્ટોર્મ વોટર ડ્રેનેજ લાઇનની સફાઇ કરવામાં આવે છે.

ગોતા-ગોધાવી કેનાલની સફાઇ
ઝોનની તમામ કેચપીટોનાં પાઇપોની કન્ડક્ટીવીટીની ચકાસણી કરી જરૂર જણાયે કેચપીટોની લાઇનમાં જેટીંગ મશીનથી સફાઇ કરવામાં આવે છે.જેનાં ભાગ રૂપે પ્રથમ રાઉન્ડમાં 55659 તેમજ બીજા રાઉન્ડમાં 45299 કેચપીટોની સફાઇ થઈ છે. જરૂરીયાત મુજબ ત્રીજા રાઉન્ડમાં સફાઇ કરવામાં આવે છે. કેચપીટોનાં ઢાંકણામાં તુટફુટ થયા હોય તેને બદલવાની કામગીરી કરવામાં આવે છે. ડ્રેનેજ પોજેક્ટ દ્વારા પ્રિ-મોન્સુનનાં આગવા પગલાં રૂપે ગોતા-ગોધાવી કેનાલની સફાઇ કરાવવામાં આવી છે.

અંડરપાસ બંધ કરવા માટે ગેઇટની ચકાસણી
એસ.ટી.પી.વિભાગ દ્વારા સ્ટોર્મ વોટર ડ્રેનેજ પંપીંગ સ્ટેશનોની પ્રિ-મોન્સુન કામગીરી રૂપે પંપનું ઓવર હોલીંગ, પેનલોનું ચેકીંગ તથા ટાઇટીંગ ઉપરાંત પેનલોનું રીપરીંગ કરવ આવે છે.તેમજ એસ.ટી.પી. વિભાગ દ્વારા વરસાદી પાણીનાં નિકાલ માટેનાં ખારીકટ કેનાલ સમાંતર તેમજ ઝોનમાં આવેલ (54) સમ્પોમાં (90) પંપો ઇન્સ્ટોલ કરી તેનાં ટ્રાયલ રન લેવામાં આવેલ છે. ઝોનમાં આવતા તમામ અંડરપાસનાં કેચ ડ્રેઇનની તથા વરસાદી પાણીનાં નિકાલનાં સમ્પની કામગીરી પૂર્ણ કરવામાં આવે છે. તેમજ વધુ વરસાદના સમયે અંડરપાસ બંધ કરવા માટે ગેઇટની ચકાસણી કરાઈ છે.

પિરાણા ડમ્પ સાઇટની કામગીરી
સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા પણ શહેરના પિરાણા ડમ્પ સાઇટ ખાતે પાછળનાં ભાગે સિટીઝન નગર, નબીનગર વસાહતની આજુ-બાજુ કચરો ધસી પડવાનાં બનાવ ન બને એ માટે 25 ફુટ જેટલો કચરાનો ઢગલો હટાવવામાં આવ્યો છે. પિરાણા ડમ્પ સાઇટથી નારોલ-સરખેજ હાઇવે ને જોડતા આર.સી.સી રોડ પર લીચેટ આવે નહિ તેમજ કચરો તણાઇ ન આવે તે માટે આર.સી.સી. દિવાલ બનાવવાની કામગીરી પૂર્ણતાનાં આરે છે. પિરાણા ડમ્પ સાઇટ પર ચોમાસાંની સીઝનમાં કચરો નાખવો સરળ બની રહે તે માટે રોજેરોજ આવતો ડેબ્રીજ નાખી મોટરેબલ રોડ બનાવવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...