• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Stopping The Delhi CM From Riding In A Rickshaw, Your Supremo Said, 'I Don't Want Your Security, Give It To Your Chief Minister And Ministers'.

કેજરીવાલ-પોલીસ વચ્ચે થયેલી ચકમકનો VIDEO:રિક્ષામાં બેસીને જતાં રોક્યા, દિલ્હીના CMએ કહ્યું, ‘મારે તમારી સિક્યોરિટી નથી જોઈતી, તમારા મુખ્યમંત્રી-મંત્રીઓને આપો’

17 દિવસ પહેલા

અમદાવાદની મુલાકાતે આવેલા દિલ્હીના સીએમ અને AAPના સંયોજક અરવિંદ કેજરીવાલે રિક્ષાચાલકના ઘરે જમવા જવાનો પ્લાન કર્યો હતો. અરવિંદ કેજરીવાલ AAPના અન્ય નેતા સાથે રિક્ષામાં બેસીને દંતાણીનગર ખાતે આવેલા રિક્ષાચાલકના ઘરે જવા નીકળ્યા કે તરત જ ગુજરાત પોલીસે તેમને રોક્યા હતા. હોટલ તાજ સ્કાયલાઇન ખાતે પ્રોટોકોલને કારણે તેમને રિક્ષામાં બેસતાં રોકતાં પોલીસ સાથે બબાલ પણ થઈ હતી. ગુજરાત પોલીસની સિક્યોરિટી સામે પણ આક્ષેપો કરીને કેજરીવાલે કહ્યું હતું કે તેઓ મને જબરદસ્તીથી સુરક્ષા આપી રહ્યા છો. મારે જનતાની વચ્ચે જવા માટે કોઈ સુરક્ષા જોઈતી નથી. પોલીસ અને કેજરીવાલ વચ્ચે થયેલી વાતચીતનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં કેજરીવાલ કહી રહ્યા છે કે આને લીધે જ ગુજરાતની જનતા દુ:ખી છે, કેમ કે ગુજરાતના નેતાઓ તેમની વચ્ચે નથી જતા ને જ્યારે મારા જેવા પ્રજાના પ્રતિનિધિ જનતાની વચ્ચે જવા માગે છે ત્યારે પોલીસ તેમને સુરક્ષાનું કારણ આપીને રોકીને ગેરકાયદે એરેસ્ટ કરે છે. તમારો આ પ્રોટોકોલે જ ગુજરાતની જનતાને દુ:ખી કરી છે. પોલીસ અધિકારીઓ સાથે દલીલો કરતી વેળાએ કેજરીવાલ વારંવાર એવું બોલતા રહ્યા કે મારે કોઈ સુરક્ષા નથી જોઈતી. તમે તમારી સિક્યોરીટી તમારા મુખ્યમંત્રી અને મંત્રીઓને આપો. જોકે ત્યાર બાદ અરવિંદ કેજરીવાલે લેખિતમાં સુરક્ષાને લઈને બાંહેધરી આપતાં જ રિક્ષામાં એસ્કોર્ટ કરીને દંતાણીનગર ખાતે આવેલા રિક્ષાચાલકના ઘરે જમવા લઈ જવાયા.