ઓઢવ છોટાલાલની ચાલી પાસેથી એક્ટિવા લઇને પસાર થતાં યુવકને પાછળથી સ્કૂટર પર આવેલ યુવક અને મહિલાએ કહ્યું, કેવી રીતે એક્ટિવા ચલાવો છો? તેવું કહી ચાવી કાઢીને એક્ટિવાની ડેકીમાંથી રૂ.10 લાખ કાઢીને ભાગી ગયા હતાં. આ અંગે યુવકે અજાણી મહિલા અને યુવક સામે ઓઢવ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
મણિનગર સરોવર સોસાયટીમાં મહાવીર જૈન તેના સંબંધી મુલચંદ જૈન સાથે રહે છે અને તેમના કારખાનામાં નોકરી કરે છે. મુલંચદભાઇના દીકરાના લગ્ન હોઇ વતનમાં ગયા હતાં અને તેમણે આંધ્ર પ્રદેશ વિજયવાડાથી મિત્ર પાસેથી રૂ.10 લાખ બાપુનગરમાં આવેલી આંગડિયા પેઢી મારફતે મગાવ્યા હતાં. આ 10 લાખ રૂપિયા મહાવીર જૈને એક્ટિવાની ડેકીમાં મૂક્યા, સાંજે તે ઓઢવમાં એક મિત્રના લગ્ન પ્રસંગમાં જતા હતા, ત્યારે છોટાલાલની ચાલી પાસે એક યુવક અને મહિલા આવી હતી.
મહિલાએ મહાવીરને કેવી રીતે એક્ટિવા ચલાવો છો? કહી તેમની એક્ટિવા ઉભું રખાવ્યું હતું. મહાવીર કાંઇ સમજે તે પહેલા મહિલા એક્ટિવાની ચાવી લઇને ચાલવા લાગી હતી. મહાવીર મહિલાની પાછળ જઇને રકઝક કરી ચાવી પાછી લઇ પાછો આવ્યો તો એક્ટિવાનું લાૅક અને ડેકી તોડેલી અને રૂ.10 લાખ પણ ગાયબ હતાં. આથી મહાવીર જૈને યુવક અને મહિલા સામે ઓઢવ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.