તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Stopped The LC Of Several Students On The Issue Of Fee Arrears; DPO Could Not Get School Documents 10 Days After Rejection Of School Accreditation Appeal

DPS ઈસ્ટ સ્કૂલની આડોળાઈ:ફી બાકી મુદ્દે અનેક વિદ્યાર્થીનાં એલસી અટકાવ્યાં; સ્કૂલની માન્યતાની અપીલ ફગાવ્યાના 10 દિવસ પછીય DPO સ્કૂલના દસ્તાવેજ મેળવી શક્યા નથી

અમદાવાદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

ડીપીએસ - ઇસ્ટે ફી બાકી હોવાના કારણે ઘણા વિદ્યાર્થીઓના એલસી અટકાવી દીધા હોવાનો આક્ષેપ વાલીઓએ કર્યો છે. પ્રાથમિક નિયામકે સ્કૂલની માન્યતા અંગેની અપીલ ફગાવ્યાના 10 દિવસ વિત્યા છતા પણ ડીપીઓ હજુ સુધી સ્કૂલના દસ્તાવેજોનો કબજો મેળવી શક્યા નથી. ડીપીઓની મંથર ગતિનો ભોગ વાલીઓ બની રહ્યાં છે.

ડીપીએસ ઇસ્ટના બે વાલીઓને એલસી ન મળવાની સ્થિતિએ બાળકોને આરટીઇ હેઠળ શહેર ડીઇઓએ નજીકની સ્કૂલમાં એડમિશન અપાવ્યું હતું. પરંતુ વાલીઓનો આક્ષેપ છે કે હજુ ઘણા વાલીઓના એલસી સ્કૂલમાં છે. સ્કૂલ વાલીઓ પાસેથી બાકી ફી માગે છે. જેના કારણે વાલીઓના એલ.સી અટવાયેલા છે.

સ્કૂલે દંડ ભર્યો છે કે નહીં જાણ નથી
સ્કૂલને બંધ કરવાનું જણાવી દેવાયું છે. સ્કૂલે દંડ ભર્યો કે નહીં તેની પાકી માહિતી મારી પાસે નથી. સ્કૂલને પોતાના દસ્તાવેજો અને આધારો પણ નિયમ પ્રમાણે નજીકની સ્કૂલમાં જમા કરાવવાનું કહેવાયું છે. - મુકેશ પટેલ, ડીપીઓ

ઘણા વાલીની ગયા વર્ષની ફી બાકી
અમે આ વર્ષની ફી નથી ઉઘરાવી રહ્યાં, પરંતુ ઘણા વાલીની બે વર્ષ કરતા વધુ સમયથી ફી બાકી છે. અમે વાલીને જણાવ્યું છે કે જો હાલ વ્યવસ્થા ન હોય તો પીડીસી આપો, અમે વાલીને બને તેટલો સપોર્ટ કરવા તૈયાર છીએ. - હિરેન ઠક્કર, પ્રિન્સિપાલ, ડીપીએસ, ઇસ્ટ

અન્ય સમાચારો પણ છે...