તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અથડામણ:ઓઢવના સ્મશાન ગૃહ પાસે આવેલા ઔડાના મકાનમાં પથ્થરમારો, પોલીસે ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ધુળેટી રમવા મામલે વિવાદ થતા પથ્થરમારો થયો હોવાનું પ્રાથમિક તારણ - Divya Bhaskar
ધુળેટી રમવા મામલે વિવાદ થતા પથ્થરમારો થયો હોવાનું પ્રાથમિક તારણ

શહેરના ઓઢવ વિસ્તારમાં આવેલા સ્મશાન ગૃહ પાસેના ઔડાના મકાનમાં પથ્થરમારાની ઘટના બની છે. આ ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી. થોડીવારમાં પોલીસે પરિસ્થિતિ પર કાબૂ મેળવી લીધો હતો અને તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં ધુળેટી રમવા મામલે પથ્થરમારો થયો હોય તેવી માહિતી મળી છે. હાલ પોલીસે સમગ્ર ઘટના મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોટા પ્રમાણમાં પોલીસ જવાનો ઘટનાસ્થળે પહોંચ્યા હતા
મોટા પ્રમાણમાં પોલીસ જવાનો ઘટનાસ્થળે પહોંચ્યા હતા

આ ઘટનાને પગલે લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા અને દોડધામ મચી ગઈ હતી. આ ઘટનાની જાણ થતા જ મોટા પ્રમાણમાં પોલીસ જવાનો ઘટનાસ્થળ પર પહોંચી ગયા હતા.

આ ઘટનાને પગલે લોકોમાં દોડધામ મચી ગઈ હતી
આ ઘટનાને પગલે લોકોમાં દોડધામ મચી ગઈ હતી
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો