તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અથડામણ:ગોમતીપુર, જમાલપુરમાં બે જૂથ વચ્ચે પથ્થરમારો

અમદાવાદ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહાજનવાડામાં પથ્થરમારો કરનારા 6 ઝડપાયા
  • તીનબત્તી વિસ્તારમાં ‘આપ’ના આગેવાન અને સ્થાનિક રહીશ સાથે ઝગડો થતાં સ્થિતિ વણસી

ગોમતીપુર તીનબત્તી વિસ્તારમાં રહેતા આમ આદમી પાર્ટીના આગેવાન આમીર ઉર્ફે બાટલાને ત્યાં જ રહેતા ઇમરાન નામના છોકરા સાથે ગુરુવારે સાંજે ‘તુ મારી સામે કેમ જોવે છે’ તેમ કહેવા બાબતે ઝઘડો થયો હતો. જેમાં બંને વચ્ચે મારામારી થતાં સ્થાનિક રહીશો ભેગા થયા હતા. જેમાં બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો હતો. ઘટનાની જાણ થતાં ગોમતીપુર પોલીસ તેમજ ઉચ્ચ અધિકારીઓ આવી પહોંચ્યા હતા. આ અંગે ફરિયાદ નોંધાવવા બંને પક્ષના સભ્યો ગોમતીપુર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.

જમાલપુર મહાજન વાડામાં રહેતો એક યુવાન મોડી રાત સુધી ઘર સામે બેસી રહેતો હતો. જે બાબતે સ્થાનિક રહીશોએ યુવાનને ઠપકો આપતા તેમની વચ્ચે મારામારી થઈ હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિકો દોડી આવતા બે જૂથ વચ્ચે મારામારી તેમજ પથ્થરમારો થયો હતો. ઘટનાની જાણ થતાં ગાયકવાડ હવેલી પોલીસ આવી પહોંચી હતી અને મામલો શાંત પાડ્યો હતો. જોકે બંને પક્ષના સભ્યમાંથી કોઈએ પણ પોલીસ ફરિયાદ નહીં કરતાં આખરે ગાયકવાડ હવેલી પોલીસે સરકાર તરફી રાયોટિંગનો ગુનો નોંધી 6ની ધરપકડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...