સાયબર સેફ મિશન:તમારો ફોન ખોવાય કે ચોરાઈ જાય તો સાયબર સેલનો સંપર્ક કરો, અમદાવાદ શહેરના 400 નાગરીકોના મોબાઈલ ફોન પરત કરાયા

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ શહેરમાં ખોવાયેલા કે ચોરાયેલા મોબાઈલ શોધીને મુળ માલિકને પરત કર્યા - Divya Bhaskar
અમદાવાદ શહેરમાં ખોવાયેલા કે ચોરાયેલા મોબાઈલ શોધીને મુળ માલિકને પરત કર્યા
  • મુખ્યમંત્રીએ સાયબર અંગેના ગુનાઓ, વિવિધ હેકીંગ પ્રવૃતિઓની માહિતી આપતી વેબસાઈટ લોન્ચ કરી
  • ગુજરાત પોલીસ દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આયોજિત ડિબેટ સ્પર્ધાના 3 વિજેતાઓનું સન્માન કરાયું
  • મુખ્યમંત્રીએ "સાયબર સેફ ગર્લ" પુસ્તકનું વિમોચન કર્યું

ગુજરાતમાં વધી રહેલા સાયબર ક્રાઈમને રોકવા માટે પોલીસ દ્વારા અદ્યતન ટેકનોલોજી અને સાધનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ગુનો બને પછી તેની તપાસ કરવી અને ગુનેગારો સુધી પહોચવાની જગ્યાએ હવે નવા જમાના અને ટેકનોલોજીને અનુરૂપ પ્રો-એક્ટીવ પોલીસીંગના કૌશલ્ય દ્વારા પોલીસ કામ કરી રહી છે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ શહેર પોલીસની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શરૂ કરાયેલા અવેરનેસ કેમ્પેઇન “સાયબર સેફ મિશન” નો પ્રારંભ કરાવ્યો હતો.સાયબર સેફ મિશન કાર્યક્રમ અંતર્ગત અમદાવાદ શહેરના 400થી વધુ નાગરિકોના ખોવાયેલા અને ચોરી થયેલા મોબાઇલ મુખ્યમંત્રીએ સંબંધિત વ્યક્તિઓને પ્રતિક સુપ્રત કર્યા હતા.

સ્પર્ધાના 3 વિજેતાઓનું મુખ્યંમત્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું
સ્પર્ધાના 3 વિજેતાઓનું મુખ્યંમત્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું

સાયબર ક્રાઈમ સામે સાયબર સેફ મિશન સક્ષમ માધ્યમ બનશે
આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, હવેનો યુગ મોબાઈલ, ઈન્ટરનેટનો યુગ છે. તેના વધતા વ્યાપ સાથે સાયબર ક્રાઇમ કરનારા લોકો પણ મોટા પ્રમાણમાં આવા ગુનાઓ કરી લોકોને છેતરવા, નાણાં હજમ કરી જવા જેવી પ્રવૃતિ આચરતા થયા છે. ત્યારે સમાજમાં આવા ગુનાઓ સામે જન-જાગૃતિ જગાડવામાં આ સાયબર સેફ મિશન એક સક્ષમ માધ્યમ બનશે. નાગરિકોનો ઓછામાં ઓછી મુશ્કેલીઓમાંથી પસાર થવું પડે તે પ્રકારના આધુનિક ટેક્નોલોજીના ઉપયોગ અને આયોજનો સરકારે હાથ ધર્યા છે.

સ્પર્ધાના 3 વિજેતાઓનું મુખ્યંમત્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું
સ્પર્ધાના 3 વિજેતાઓનું મુખ્યંમત્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું

મુખ્યમંત્રીએ હેકિંગ પ્રવૃત્તિઓની માહિતી આપતી વેબસાઈટ લોન્ચ કરી
લોકોને સાયબર ક્રાઈમનો ભોગ બનતા અટકાવવા માટે એક જન આંદોલન ઊભું કરવાની જરૂર છે, લોકો જેટલા વધુ માહિતગાર હશે એટલા જ સુરક્ષિત રહેશે.રાજ્યની મહિલાઓને સાયબર સુરક્ષા અંગે માર્ગદર્શન આપતું ડૉ. અનંત પ્રભુજી દ્વારા લિખિત ‘સાયબર સેફ ગર્લ’ પુસ્તકનું પણ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા વિમોચન કરવામાં આવ્યું હતું. તેમજ આર.એલ.નરસિમ્બા રાવજી દ્વારા સાયબર અંગેના ગુનાઓ,વિવિધ હેકીંગ પ્રવૃતિઓની માહિતી આપતી www.cybersafeahmedabad.org વેબસાઇટ પણ મુખ્યમંત્રી દ્વારા લોન્ચ કરવામાં આવી હતી.

ડૉ. અનંત પ્રભુજી દ્વારા લિખિત ‘સાયબર સેફ ગર્લ’ પુસ્તકનું પણ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા વિમોચન
ડૉ. અનંત પ્રભુજી દ્વારા લિખિત ‘સાયબર સેફ ગર્લ’ પુસ્તકનું પણ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા વિમોચન

​​​​​​​અમદાવાદમાં 400 નાગરીકોના ખોવાયેલા મોબાઈલ પરત કરાયા
તદ્ઉપરાંત પ્રવર્તમાન સાયબર વિશ્વમાં યુવાન અને સાયબર સુરક્ષા વિષય સંદર્ભે ગુજરાત પોલીસ દ્વારા વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વિધાર્થીઓ માટે ડિબેટ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાના 3 વિજેતાઓનું મુખ્યંમત્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતુ.ગુજરાત પોલીસ દ્વારા રાજ્યના નાગરિકોની નાનામાં નાના વિષય અનુરૂપ ફરીયાદને પણ અત્યંત ગંભીરતાપૂર્વક ન્યાય આપીને તેનું નિરાકરણ લાવવાના સધન પ્રયાસો હાથ ધરવામાં આવે છે તેમ જણાવી સાયબર સેફ મિશન કાર્યક્રમ અંતર્ગત અમદાવાદ શહેરના 400થી વધુ નાગરિકોના ખોવાયેલા અને ચોરી થયેલા મોબાઇલને શોઘીને સુપ્રત કરવામાં આવ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...