પ્રથમ વર્ષ કોમર્સમાં પ્રવેશનો અંત:હજુ 8 હજાર સીટ ખાલી, અગાઉ પ્રવેશ માટે 4 રાઉન્ડ યોજાયા હતા; M.Comમાં બે રાઉન્ડ પછી 700 બેઠક ખાલી

અમદાવાદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુજરાત યુનિવર્સિટીની પ્રથમ વર્ષ કોમર્સની કોલેજ કક્ષાની પ્રવેેશ કાર્યવાહી સહિતના ચાર રાઉન્ડ પૂર્ણ થઈ ગયા છે, ચાર રાઉન્ડની પ્રવેશ કાર્યવાહીના અંતે આશરે 8000 બેઠકો ખાલી રહી છે. ખાલી રહેલી બેઠકોની જાહેરાત સાથે ગુજરાત યુનિવર્સિટીની પ્રથમ વર્ષ કોમર્સની સંપૂર્ણ પ્રવેશ કાર્યવાહી પૂર્ણ થયાની જાહેરાત આવતા અઠવાડિયે કરવામાં આવશે.

ગુજરાત યુનિવર્સિટીની પ્રથમ વર્ષ કોમર્સ (બીકોમ, બીબીએ, બીસીએ, એમએસસીઆઈઆઈટી સહિતના કોર્સ)ની આશરે 40,0000થી વધુ બેઠકો પરની શૈક્ષણિક વર્ષ 2020-2021ના વર્ષ માટેની પ્રવેશ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.આશરે 40,000થી વધુ બેઠકો પરની ઓનલાઈન પ્રવેશ કાર્યવાહી અંતર્ગત ત્રણ રાઉન્ડના અંતે 34078 એડમિશન થયા હતા, જ્યારે 8371 બેઠકો ખાલી રહી હતી.

આ દરમ્યાન ગરીબ અને મધ્યમ વર્ગના અનેક વિદ્યાર્થીઓ પ્રથમ વર્ષ કોમર્સમાં પ્રવેશથી વંચિત રહી ગયા હોવાથી ગ્રાન્ટ ઈન એઈડ કોલેજોમાં વર્ગ વધારા માટેની મંજૂરી માગવામાં આવી હતી. પ્રથમ વર્ષ એમકોમની પ્રવેશ કાર્યવાહી અંતર્ગત આશરે 5700થી વધુ બેઠકો પર પ્રવેશ કાર્યવાહી નિર્ધારિત કરવામાં આવી હતી. જે અંતર્ગત બે રાઉન્ડની પ્રવેશ કાર્યવાહીના અંતે આશરે 700થી વધુ બેઠકો ખાલી પડી છે.

અન્ય સમાચારો પણ છે...