મહત્વનો નિર્ણય / ધોરણ 9 અને 11માં 33થી ઓછા માર્ક્સ હશે તો ગ્રેસિંગ આપી પાસ કરવામાં આવશે, પ્રિન્સિપાલને વિશેષ અધિકાર આપવામાં આવ્યો

ફાઇલ તસવીર
ફાઇલ તસવીર
X
ફાઇલ તસવીરફાઇલ તસવીર

  • પ્રિન્સિપાલ ગમે તેટલા ગુણ ગ્રેસિંગમાં આપી શકશે

દિવ્ય ભાસ્કર

Apr 27, 2020, 07:27 AM IST

અમદાવાદ. શિક્ષણ બોર્ડે ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓ માટે વર્ગ બઢતીના નિયમોમાં ફેરફાર કર્યા છે. હવેથી વાર્ષિક પરિણામ પહેલી કસોટીના 50, બીજી કસોટીના 50 અને 20 આંતરિક મૂલ્યાંકન ગુણને ધ્યાને લઈને કુલ 120 ગુણમાંથી પરિણામ તૈયાર કરાશે. આ ત્રણેય પરીક્ષામાં વિદ્યાર્થીએ મેળવેલા ગુણને આધારે વાર્ષિક પરીક્ષાના ગુણ અપાશે. તેમ છતાં કોઈ વિદ્યાર્થી નાપાસ થતો હશે તો તેને કૃપાગુણથી પાસ કરાશે. આ માટે આચાર્યો ગમે તેટલા કૃપા ગુણ આપી શકશે. આ વર્ષ પૂરતી આચાર્યોને વિશેષ સત્તા અપાઈ છે. ઉપરાંત ધો.11 સાયન્સમાં પ્રાયોગિક પરીક્ષા લેવાઈ ન હોવાથી તે વિષયનું ખાનું ખાલી રાખવા જણાવાયું છે.

આ એક જ વર્ષ માટે કૃપા ગુણ વધારાયા
અત્યાર સુધી આચાર્ય વિદ્યાર્થીને 10 કૃપા ગુણ આપી શકતા હતા, પરંતુ શિક્ષણ વિભાગે 2019-20 માટે આ મર્યાદા વધારી છે. જો વિદ્યાર્થીને પાસ થવા 33 ગુણને બદલે 13 ગુણ હોય તો પણ આચાર્ય 20 કૃપા ગુણ આપી વિદ્યાર્થીને પાસ કરી શકશે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી